પગારદાર કર્મચારીઓએ હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો
લેખકઃ જગદીપ મલારેડ્ડી, પિરામલ ફાઇનાન્સના સીબીઓ છે
અમદાવાદ, 13 જૂનઃ પગારદાર લોકો માને છે કે, પોતાની માલિકીનું ઘર ખરીદવુ જટિલ છે, કારણ કે, તેઓ હોમ લોન લેતી વખતે અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ જો તેઓ અમુક સામાન્ય બાબતોને સમજી વિચારી અનુસરણ કરી હોમ લોન માટે અરજી કરશે તો, તે સરળતાથી પોતાનાના સપનાનું ઘર ખરીદી શકશે.
બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવતી હોમ લોન એ ઘરની ખરીદી માટે મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરતુ પ્રચલિત માધ્યમ છે. આ લોન પ્રોપર્ટીની અવેજમાં મળે છે. જેમાં લોન લેવા ઈચ્છુક પોતાના ક્રેડિટ સ્કોર, આવક અને પ્રોપર્ટીની કિંમત જેવા પરિબળોના આધારે હોમ લોન પેટે અમુક ચોક્કસ રકમ ઉધાર મેળવે છે. જેની ચૂકવણી માસિક ધોરણે કરવાની હોય છે. જેમાં પ્રિન્સિપલ અમાઉંટ અને વ્યાજદર સહિતની રકમ 15,20 કે 30 વર્ષમાં સંપૂર્ણપણે ચૂકતે કરવાની હોય છે.
હોમ લોન્સ પગારદાર લોકોને પોતાના સપનાનુ ઘર ખરીદવા જરૂરી નાણાકીય સહાય પ્રદાન કરતો વ્યવહારુ અને સુલભ માર્ગ ઓફર કરે છે. હોમ લોન અરજી પ્રક્રિયામાં લાયકાતનો માપદંડ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અરજદારોની વય ચોક્કસ થ્રેશોલ્ડ કરતાં વધુ સ્થિર આવક સાથે 23 અને 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. હોમ લોન માટે લાયક બનવા માટે 750થી વધુનો ક્રેડિટ સ્કોર અત્યંત જરૂરી છે. જ્યારે તમે હોમ લોન માટે અરજી કરો છો, ત્યારે તમારી નાણાકીય સ્થિરતા દર્શાવવા તમારે તમારુ ઓળખ પત્ર, રેસિડેન્શિયલ પ્રુફ, આવકનો પુરાવો, બેન્ક સ્ટેટમેન્ટ, અને પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો સહિત વિવિધ દસ્તાવેજો જારી કરવા પડે છે.
હોમ લોન માટેની અરજી પ્રક્રિયા પગારદારો માટે અન્ય કરતાં પ્રમાણમાં સરળ છે. જેની શરૂઆત નાણાકીય દસ્તાવેજો સાથે થાય છે અને બેન્ક કે નાણાકીય સંસ્થાના લોન અરજી ફોર્મ સાથે પૂરી થાય છે. એકવાર અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ ધિરાણકર્તા લોન લેવા ઈચ્છુકની લાયકાત ચકાસી મંજૂરી આપતાં લોનના નિયમોને આધિન સેન્ક્શન લેટર (મંજૂરી પત્ર) જારી કરે છે. મંજૂર લોનની ફાળવણી કરતાં પહેલાં ધિરાણકર્તા ચોક્સાઈપૂર્વક તમામ દસ્તાવેજોની ચકાસણી કરે છે. લોન લીધા બાદ ફોરક્લોઝર અથવા વધારાના ચાર્જિસનો સામનો ન કરવો પડે તે માટે લોનની સમયસર ચૂકવણી અત્યંત જરૂરી છે.
પગારદારો માટે હોમ લોન પર વિવિધ લાભો આપવામાં આવે છે. એક, વ્યાજના વાજબી દરો માલિકીના ઘરની ખરીદીને વધુ સરળ બનાવે છે. જેમાં વ્યક્તિગત પસંદગીના આધારે ફિક્સ્ડ અને એડજસ્ટેબલ રેટ્સના વિકલ્પ પણ મળે છે. વધુમાં અન્ય લોનની સરખામણીએ હોમ લોન વહેલી મંજૂર થાય છે, જેમાં ઘણા કેસોમાં 48 કલાકમાં લોનની ફાળવણી થતી હોય છે.
નાણાકીય સંસ્થાઓ લોન પર ફરિજ્યાતપણે ઈન્સ્યોરન્સ પણ આપતી હોય છે, જેનાથી મૃત્યુ, અપંગતા જેવા આકસ્મિક કિસ્સાઓમાં કવર પ્રદાન કરી ઘરની માલિકી ગુમાવવાનું જોખમ ઘટે છે. તદુપરાંત હોમ લોન પર આવકવેરા અધિનિયમની કલમ 80 (સી) અંતર્ગત કર કપાતના લાભો મળતાં હોવાથી લોનધારકના ટેક્સ પર બચત થાય છે.
અંતે એટલું જ કહેવાનું કે, પગારદારો હોમ લોનના જરૂરી મૂળભૂત માપદંડોને સમજી પોતાની માલિકીનું ઘર ખરીદવાનું સપનું સાકાર કરી શકે છે. લાયકાતના માપદંડો, દસ્તાવેજોની આવશ્યકતાઓ અને હોમ લોનના લાભોથી પરિચિત વ્યક્તિઓ આત્મવિશ્વાસ સાથે હોમ લોન લઈ શકે છે. હોમ લોન પગારદારોને નાણાકીય જરૂરિયાતો પ્રદાન કરતી હોવાથી તે લોકોના સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરવાનું સામર્થ્ય ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)