બે વર્ષમાં GHCL ફાઉન્ડેશનની VTIના પ્લેસમેન્ટમાં ધરખમ વધારો
અમદાવાદ, 22 જુલાઈ: ગ્રામ્ય વિસ્તારોમાં આજીવિકાને વધારવાના અને રોજગારીમાં સ્ત્રીઓને સમાન તક પૂરી પાડીને સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યની સાથે GHCL ફાઉન્ડેશનની વૉકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (વીટીઆઈ)એ ગુજરાતમાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે. છેલ્લાં બે વર્ષમાં વીટીઆઈએ 2,349 લોકોને તાલીમ આપીને લગભગ 85%નો પ્લેસમેન્ટ દર હાંસલ કર્યો છે, જેમાંથી 2,046 ઉમેદવારોને વિવિધ ઉદ્યોગોમાં નોકરી પ્રાપ્ત થઈ છે.
નાણાકીય વર્ષ 2024માં GHCL ફાઉન્ડેશનની વીટીઆઈમાં લગભગ 1,590 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી, જે સંખ્યા ગત વર્ષની સરખામણીએ લગભગ બમણી છે. વીટીઆઈના અભ્યાસક્રમમાં 70% પ્રેક્ટિકલ, 15% થીયરી અને 15% સોફ્ટ સ્કિલ્સનો સમાવેશ થાય છે. GHCL ફાઉન્ડેશનની વીટીઆઈના વિદ્યાર્થીઓને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપનીઓ (બીપીઓ)માં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ્સ, સીવણ મશીનના ઓપરેટર, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ તથા ફિટિંગ અને ફેબ્રિકેશનના કામોમાં નોકરી પ્રાપ્ત થઈ છે, જેઓ દર મહિને સરેરાશ રૂ. 9,816થી રૂ. 16,176ની વચ્ચે પગાર કમાય છે.
તાલિમ મેળવનારા કુલ વિદ્યાર્થીઓમાં મહિલાઓની સંખ્યા 1549
રસપ્રદ વાત તો એ છે કે, નાણાકીય વર્ષ 2024 અને નાણાકીય વર્ષ 2023માં તાલીમ પ્રાપ્ત કરનારા કુલ વિદ્યાર્થીઓમાં 1,549 સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 1,332ને નોકરી મળી ગઈ છે, જેમના તેમના સામાજિક-આર્થિક સ્તરમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે.
GHCL ફાઉન્ડેશનના ચેરપર્સન એન. એન. રાડિયાએ જણાવ્યું હતું કે, GHCL ફાઉન્ડેશન સિદી સમુદાયનું સશક્તિકરણ કરવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. 30 મહિલાઓ સહિત 34 સિદી યુવાનો કૌશલ્યવર્ધનના અભ્યાસક્રમોમાં જોડાયાં છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)