અમદાવાદ, 1 ઓગસ્ટ: અદાણી પોર્ટફોલિયો કંપનીઓના એક અંગ અદાણી પાવર લિ.(APL) એ ​30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. નાણા વર્ષ-25ના પ્રથમ કવાર્ટરમાં મુખ્યત્વે ઊંચા વેચાણ વોલ્યુમને કારણે એકીકૃત સતત કુલ આવક 30% વધીને રૂ.15,052 કરોડ જે ગત વર્ષે આ સમય દરમિયાન રૂ.11,612 કરોડ હતી. ઊંચી આવક અને આયાત ઇંધણના ઓછા ભાવને કારણે નાણા વર્ષ-25ના પ્રથમ ત્રિમાસિકમાં એકીકૃત ચાલુ EBITDA 53% વધીને રૂ.6,290 કરોડ જે ગત વર્ષના આ સમયમાં રૂ. 4,121 કરોડ હતો. નાણા વર્ષ-25ના પ્રથમ ત્રિમાસિકમાં કર પહેલાંનો એકીકૃત ચાલુ નફો ઉંચો EBITDA નોંધાવા તેમજ ઓછા નાણાંકીય ખર્ચને કારણે 95% વધીને રૂ.4,483 કરોડ થયો છે જે ગત વર્ષના આ સમયમાં રૂ.2,303 કરોડ હતો.

અદાણી પાવર લિ.ના સી.ઈ.ઓ એસ.બી ખ્યાલિયાએ જણાવ્યું હતું કે 1,600 મેગાવોટની ક્ષમતાના એવા ત્રણ અલ્ટ્રા-સુપરક્રિટીકલ પ્રોજેક્ટના અમલ માટે અમે આગોતરા વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. સમગ્ર ભારતમાં વીજળીની માંગમાં સતત મજબૂત વૃદ્ધિના કારણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે કુલ વીજ માંગ 10.6%ના દરે વધી રહી છે અને ટોચની માંગ 12%ના દરે વધીને 250 GW ના રેકોર્ડ સ્તરે પહોંચી છે. પાવર સેક્ટર માટેના આ સકારાત્મક વાતાવરણને કારણે એપીએલના પાવર પ્લાન્ટ્સમાંથી કોન્ટ્રાક્ટેડ કેપેસિટી અને ઓપન કેપેસિટી બંનેમાંથી વધુ ઉપાડ થયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)