M&M માટે 3300-3400નો ટાર્ગેટઃ બ્રોકરેજ હાઉસ
અમદાવાદ, 1 ઓગસ્ટઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) ના શેર જૂન-એન્ડેડ ક્વાર્ટરના મજબૂત ક્વાર્ટરને પગલે અગ્રણી બ્રોકરેજ હાઉસએ કંપનીના શેર લક્ષ્ય ભાવમાં વધારો કર્યો છે. JPMorgan અને Morgan Stanley એ ‘ઓવરવેઇટ’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ અનુક્રમે રૂ. 3,210 અને રૂ. 3,304 દર્શાવ્યો છે. Investec વિશ્લેષકોએ પણ M&M પર તેમના ‘બાય’ રેટિંગને સમર્થન આપ્યું હતું, જેમાં સતત વૃદ્ધિની ગતિ, ઓપરેશનલ કામગીરી અને કમાણી અપગ્રેડને ટાંકીને લક્ષ્ય ભાવ રૂ. 3,100 થી વધારીને રૂ. 3,220 કર્યો હતો. તો નોમુરાએ M&M માટે 3,417 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય ભાવ સાથે ‘બાય’ ભલામણ જારી કરી કરી છે. જૂન ક્વાર્ટર માટે M&Mનો ચોખ્ખો નફો 5 ટકા ઘટીને 2,613 કરોડ રૂપિયા થયો હતો, જ્યારે કામગીરીમાંથી આવક 12 ટકા વધીને 27,039 કરોડ રૂપિયા થઈ હતી. આ લખાય છે ત્યારે કંપનીનો શેર રૂ. 2825 આસપાસ રમતો જોવા મળ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)