ટાટા પંચ SUVમાં 4 લાખ વેચાણનું માઈલસ્ટોન પાર
મુંબઈ, 5 ઓગસ્ટ: એસયુવી ઉત્પાદક ટાટા મોટર્સે ટાટા પંચ 34 મહિનામાં એસયુવીમાં 4 લાખ વેચાણનું માઈલસ્ટોન પાર કરનાર તે સૌથી ઝડપી એસયુવી બની છે. ઓક્ટોબર 2021માં લોન્ચ કરવામાં આવેલી ટાટા પંચે ભારતમાં સબ કોમ્પેક્ટ એસયુવી શ્રેણી રજૂ કરી હતી. તેની ઊંચાઈ, ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને કમાન્ડિંગ ડ્રાઈવિંગ સ્થિતિ સાથે પંચ અદભુત બોલ્ડ એસયુવી છે. તેના લોન્ચ પૂર્વે પંચને GNCAP 5-સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયું હતું. ઓગસ્ટ 2022માં પંચે ફક્ત 10 મહિનામાં 1 લાખ વેચાણનું માઈલસ્ટોન હાંસલ કરનારી પ્રથમ એસયુવી બનીને ઉદ્યોગમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું હતું. તે સમયથી આગામી 1 લાખનો પ્રવાસ આગામી 9 મહિનામાં 2 લાખનું માઈલસ્ટોન અને તે પછી 7 મહિનામાં 3 લાખના માઈલસ્ટોન દ્વારા ટૂંકો કર્યો હતો.
ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના ચીફ કમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સે જણાવ્યું હતું કે, પંચ ભારતીય ગ્રાહકોમાં બહુ જ પ્રચલિત બની છે અને પ્રગતિશીલ રીતે વફાદાર ગ્રાહક વર્ગ બનાવ્યો છે, જે તેની સૌથી મોટી બ્રાન્ડ એમ્બેસેડર બની છે. અમને આ માઈલસ્ટોન પાર કરવાનું બહુ ગૌરવજનક લાગે છે અને વિશ્વાસ છે કે આગામી 1 લાખ વધુ ઝડપથી હાંસલ કરી શકાશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)