મુંબઈ, 16 સપ્ટેમ્બર:  ઍક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેમની ન્યુ ફંડ ઓફર – એક્સિસ ક્રિસિલ-આઇબીએક્સ-એએએ એનબીએફસી ઇન્ડેક્સ – જુન 2027 ફંડ (AXIS CRISIL-IBX AAA NBFC INDEX – JUN 2027 Fund) ની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યુરિટી ઇન્ડેક્સ ફંડ છે જે ક્રિસિલ-આઇબીએક્સ-એએએ એનબીએફસી ઇન્ડેક્સ – જૂન 2027ના ઘટકોમાં રોકાણ કરે છે. નવું ફંડ ક્રિસિલ-આઇબીએક્સ-એએએ એનબીએફસી ઇન્ડેક્સ – જૂન 2027 પર નજર રાખશે. રોકાણની રકમ ન્યૂનતમ રૂ. 5,000/- છે અને તે પછી રૂ. 1 ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. એક્ઝિટ લોડ નિલ છે.

આ સ્કિમનો રોકાણ ઉદ્દેશ છે કે ફંડના ખર્ચ અને ફીથી પહેલાં ક્રિસિલ-આઇબીએક્સ-એએએ એનબીએફસી ઇન્ડેક્સ – જૂન 2027માં દર્શાવેલા સિક્યુરિટીઝના કુલ રિટર્નને, ટ્રેકિંગની ક્ષતિઓને આધિન, ખાસ્સું અનુરૂપ હોય. સ્કિમ હેઠળ રોકાણનો હેતુ પૂર્ણ થાય તેવી કોઈ ખાતરી નથી. સ્કિમ તેમના 95% થી 100% સંપત્તિ ક્રિસિલ-આઇબીએક્સ-એએએ એનબીએફસી ઇન્ડેક્સ – જૂન 2027 પ્રકારના ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરશે અને બાકીની રકમ લિક્વિડિટી માટે ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકશે.

ક્રિસિલ-આઇબીએક્સ એએએ એનબીએફસી ઇન્ડેક્સ – જુન 2027ના ઘટકોના એક્પોઝર તેમજ ખર્ચ પહેલા તેની કામગીરી પર દેખરેખ રાખવાનુ હોવાથી ફંડનું મેનેજમેન્ટ પેસિવ છે. આ ઉપરાંત ફંડ બાય અને હોલ્ડ રણનીતિ અપનાવશે, જેમાં એનબીએફસીના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને પાકવાની મુદત સુધી રાખવામાં આવશે, સિવાય કે રિડેમ્પશન અને રિબેલેન્સિંગ માટે તેને વેચવામાં આવે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)