સેલવિને UAEની Secorbit FZCO સાથે 2 મિલિયન ડોલરનો MOU કર્યો
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: સેલવિન ટ્રેડર્સ લિમિટેડ અને Secorbit FZCO, UAE એ બ્લોકચેઇન-આધારિત ટોકનાઇઝેશન પ્લેટફોર્મ વિકસાવવા માટે 2 મિલિયન ડોલરના પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યો છે. પ્લેટફોર્મ હાલની ફાઇનાન્શિયલ અને બ્લોકચેઇન ઇકોસિસ્ટમ્સ સાથે સ્કેલેબિલિટી, સિક્યોરિટી અને સરળ ઇન્ટિગ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને, ઇક્વિટી, બોન્ડ્સ અને રિયલ-વર્લ્ડ એસેટ્સના ટોકનાઇઝેશનને સક્ષમ કરશે. સેલવિન ટ્રેડર્સ લિમિટેડ આગામી 24 મહિનામાં એક વ્યાપક બ્લોકચેઇન-આધારિત ટોકનાઇઝેશન પ્લેટફોર્મ વિકસાવશે, જેનો ઓર્ડર Secorbit FZCOને પ્રાપ્ત થયો હતો.
બોનસ શેર ઇશ્યૂ કરવા અને શેરના વિભાજનને મંજૂરી આપવા અંગે વિચારણા કરવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 25 સપ્ટેમ્બર, 2024ના રોજ મળશે. સંભવિત સિનર્જી અને ફોરવર્ડ ઇન્ટિગ્રેશન પર કેન્દ્રિત બિઝનેસ પ્રપોઝલની પણ બોર્ડ સમીક્ષા કરશે.
કંપનીએ કૃષિ-નિકાસ કંપની એસડીએફ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પણ સમજૂતી કરાર કર્યો છે. સેલવિનને 35-40 ટકાના તંદુરસ્ત માર્જિન સાથે આ વ્યાપારી સમજૂતીથી રૂ. 30 કરોડથી વધુની આવકની અપેક્ષા છે. તાજેતરમાં એસડીએફ પ્રોડક્શન્સે કેરીના પલ્પ માટે ખાસ્સા ઓર્ડર મેળવ્યા હતા, જેમાં નાઇન્ટી નાઇન ફૂડસ્ટફ ટ્રેડિંગ એલએલસી તરફથી 2,59,500 યુએસ ડોલરનો ઓર્ડર, શિંગ એક્ઝિમ જનરલ ટ્રેડિંગ એલએલસી તરફથી કુલ 1,30,200 યુએસ ડોલરના બે ઓર્ડર અને ધ સ્પ્રિંગ્સ ફૂડસ્ટફ્સ ટ્રેડિંગ કંપની એલએલસી તરફથી વધારાના ઓર્ડરનો સમાવેશ થાય છે. 19 જુલાઈ, 2024ના રોજ, સેલવિનના બોર્ડે એસડીએફ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડમાં 51 ટકા હિસ્સો મેળવવાની મંજૂરી આપી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)