મુંબઈ 6 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન રૂ.35,927.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,273.32 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25651.17 કરોડનો હતો.

સોનાનો વાયદો રૂ.132 અને ચાંદીનો વાયદો રૂ.314 વધ્યો

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.75,376ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,889 અને નીચામાં રૂ.74,660 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.132 વધી રૂ.75,519ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.95 વધી રૂ.61,406 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.7,491ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.488 વધી રૂ.75,827ના સ્તરે પહોંચ્યો હતો.

મેન્થા તેલ ઢીલુ, નેચરલ ગેસમાં વૃદ્ધિ

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,329ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.93,248 અને નીચામાં રૂ.90,200 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.314 વધી રૂ.92,978 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.285 વધી રૂ.92,825 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.309 વધી રૂ.92,825 બંધ થયો હતો.

તાંબા સિવાયની બિનલોહ ધાતુઓમાં સુધારો

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.863.40ના ભાવે ખૂલી, રૂ.9.70 ઘટી રૂ.852.60 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.35 વધી રૂ.240.65 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.186ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.284ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.240.80 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.186.10 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.40 વધી રૂ.283.65 બંધ થયો હતો.

ક્રૂડ તેલના વાયદામાં રૂ.498નો ઉછાળો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,667ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,211 અને નીચામાં રૂ.5,577 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.498ના ઉછાળા સાથે રૂ.6,161 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.495 વધી રૂ.6,164 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.229ના ભાવે ખૂલી, રૂ.19.20 વધી રૂ.249.20 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 18.9 વધી 249.1 બંધ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.10,273 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 25,651 કરોડનું ટર્નઓવર

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,450 અને નીચામાં રૂ.57,410 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,030ના ભાવઘટાડા સાથે રૂ.57,460ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.00 ઘટી રૂ.925.10 બોલાયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)