બરોડા બીએનપી પરિબામાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સ ફંડની રજૂઆત
મુંબઈ, 14 ઑક્ટોબર: Baroda BNP Paribas Mutual Fund એ બરોડા બીએનપી પરિબા નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સ ફંડની ન્યુ ફંડ ઑફર (એનએફઓ) લૉન્ચ કરી છે, જે 14 ઑક્ટોબર 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 28 ઑક્ટોબર 2024ના રોજ બંધ થશે. પેસિવ રીતે સંચાલિત આ ઓછું-ખર્ચાળ ઇક્વિટી ફંડ રોકાણકારોને સંભવિત ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા મિડકેપ શેરોમાં વૈવિધ્યસભર રોકાણ પ્રદાન કરે છે. આ સ્કીમ રોકાણકારોને એનએસઈ નિફ્ટી 50 ઇન્ડેક્સની તુલનામાં તમામ ક્ષેત્રોમાં વધુ વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરશે અને તેથી એક જ ક્ષેત્ર ઉપર અપાતા ધ્યાનને કારણે રહેલા જોખમમાં ઘટાડો કરશે.
બરોડા બીએનપી પરિબા નિફ્ટી મિડકેપ 150 ઈન્ડેક્સ ફંડનો ઉદ્દેશ્ય નિફ્ટી મિડકેપ 150 ટોટલ રિટર્ન ઈન્ડેક્સની કામગીરીને ટ્રેક કરવાનો છે, જેમાં એ મિડકેપ કંપનીઓનો સમાવેશ થાય છે જે ભવિષ્યમાં સંભવિત લાર્જ કેપ બની શકે છે. આ ફંડમાં રોકાણ કરીને, રોકાણકારો કેપિટલ ગુડ્સ, કેમિકલ્સ, રિયલ એસ્ટેટ અને ટેક્સટાઈલ્સ જેવા ક્ષેત્રોમાં પ્રવેશ મેળવી શકે છે.એપ્રિલ 2005થી નિફ્ટી મિડકેપ 150 TRI માં કરેલું રોકાણ વાર્ષિક 18.7% ચક્રવૃદ્ધિ દરે લગભગ 28 ગણું વધ્યું હશે. રોકાણકારો 10 વર્ષ સુધી તેમનું રોકાણ જાળવી રાખે છે
નિફ્ટી મિડકેપ 150 ટીઆરઆઇએ 94% જેટલા સમયે 10% અથવા તેનાથી વધુ ચક્રવૃદ્ધિ વાર્ષિક વળતર આપ્યું છે.રોકાણકારો કોઈ પણ 10 વર્ષના ગાળા સુધી રોકાણ જાળવે છે, ત્યારે નકારાત્મક વળતરની શૂન્ય ઘટનાઓ જોવા મળે છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) શરૂ કરવા માટે ફંડ પણ એક શક્ય વિકલ્પ છે. છેલ્લા 15 વર્ષોમાં નિફ્ટી મિડકેપ 150 TRI માં રૂ. 10,000 માસિક SIP(3)નું મૂલ્ય હવે રૂ. 1 કરોડથી વધુ હશે, જે નિયમિત રોકાણ દ્વારા સંપત્તિ સર્જનની સંભાવના દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)