Aditya Birla Housing Finance ની BharatPe સાથે ભાગીદારી
મુંબઈ, 17 ઑક્ટોબર, 2024: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સે (ABHFL) એ ભારતપે સાથે ભાગીદારી કરનાર પ્રથમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જે અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સ દ્વારા સુરક્ષિત ધિરાણ સુલભ કરાવે છે અને ગ્રાહકને સરળતાથી સેવા મળી રહે છે. આ સહયોગથી એબીએચએફએલ ટિયર 2 અને 3 બજારો પર ખાસ અગ્રતા સાથે 450થી વધુ શહેરોમાં ભારતપેના 1.3 કરોડથી વધુ વેપારીઓને હોમ લોન (HL) અને મિલકત સામે લોન (LAP) આપવામાં સક્ષમ બનશે.
વેપારીઓ ભારતપે એપ દ્વારા લોનની અરજી કરી શકે છે અને ઝડપી પ્રક્રિયા, ઉન્નત પારદર્શિતા અને રીઅલ-ટાઇમ અપડેટ્સ જેવા લાભો મેળવી શકે છે. આ ભાગીદારી ભારતપેના વૈવિધ્યસભર વેપારી વર્ગની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરવા પ્રદેશ પ્રમાણે, ધિરાણ માટેની નવીન અને ખાસ તૈયાર કરેલી સેવાઓ પહોંચાડવા માટે સજ્જ છે.
ABHFL સમગ્ર ભારતમાં વિવિધ પ્રદેશોની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે રચાયેલા નવીન અને જરૂરિયાત પ્રમાણેના ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ આપીને ભારતપેના વિશાળ વેપારી વર્ગની વિવિધ જરૂરિયાતોને પૂરી કરશે. આ તેનો ડિજિટલ વ્યાપ વધારવા અને વ્યાપક પ્રેક્ષકોને નવીન નાણાંકીય ઉકેલો આપવા માટે એબીએચએફએલની પ્રતિબદ્ધતામાં એક નવું સીમાચિહ્ન ઉમેરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)