એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો IPO 25 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ.440-463
આઇપીઓ ખૂલશે | 25 ઓક્ટોબર |
આઇપીઓ બંધ થશે | 29 ઓક્ટોબર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | 440- 463 |
લોટ ઇઝ | 32 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 117,278,618 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 5430 કરોડ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ, 25 ઑક્ટોબર: શાપૂરજી પલોનજી જૂથની ફ્લેગશિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/-ની મૂળ કિંમતના ઈક્વિટી શેર માટે રૂ. 440/- થી રૂ. 463/- પ્રતિ ઇક્વિટી પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ છે.
એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે પ્રી-IPO પ્લેસમેન્ટમાં કંપનીના મેનેજમેન્ટ, વ્યક્તિગત અને સંસ્થાકીય રોકાણકારો પાસેથી રૂ. 2,967 કરોડ એકત્ર કર્યા હતા. IPO પહેલાની બુકમાં GIC સિંગાપોર, Enam હોલ્ડિંગ્સ (આકાશ ભણશાલી), Synergy Capital, 360 One, M&G ઇન્વેસ્ટમેન્ટ્સ, થિંક ઇન્વેસ્ટમેન્ટ્સ, ડિસ્કવરી કેપિટલ મેનેજમેન્ટ, આર્સેલર મિત્તલના આર્ટિઅન ઇન્વેસ્ટમેન્ટ, મધુસૂદન કેલા, વ્હાઇટ ઓક અને વધુ દિગ્ગજ નામોનો સમાવેશ થાય છે.
કંપનીની પ્રારંભિક જાહેર ઓફર ઑક્ટોબર 25, 2024, સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ઑક્ટોબર 29, 2024 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 32 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 32 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરવાની રહેશે. IPOમાં કર્મચારી આરક્ષણ હિસ્સામાં લાયક કર્મચારીઓને ઇક્વિટી શૅર દીઠ રૂ. 44 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું છે. IPO એ રૂ. 1250 કરોડ સુધીના તાજા ઇશ્યુ અને રૂ. 4180 કરોડ સુધીના વેચાણની ઓફરનું મિશ્રણ છે.
આઇપીઓ માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
તેના તાજા ઈશ્યુમાંથી મળેલી રકમનો ઉપયોગ બાંધકામ સાધનોની ખરીદી માટે મૂડી ખર્ચ માટે રૂ. 80 કરોડની સુધી કરવામાં આવશે; લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે રૂ. 320 કરોડ; કંપની દ્વારા મેળવવામાં આવેલ અમુક બાકી ઉધાર અને સ્વીકૃતિઓના એક ભાગની પૂર્વચુકવણી અથવા સુનિશ્ચિત ચુકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સાધવા માટે રૂ. 600 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર લિ.જે છ દાયકાથી વધુનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતો ભારતીય સમૂહ છે. કંપની પાસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ અને પડકારજનક એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સટ્રક્શન (EPC) પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી સફળતાપૂર્વક પહોંચાડવાનો સાબિત ટ્રેક રેકોર્ડ છે. ફિચ રિપોર્ટ અનુસાર, 2023 ના નાણાકીય વર્ષ માટે આંતરરાષ્ટ્રીય આવકના આધારે એન્જિનિયરિંગ ન્યૂઝ-રેકોર્ડ (ENR) દ્વારા 2023 રેન્કિંગ મુજબ, એફકોન્સને ભારતની અગ્રણી આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક તરીકે ઓળખવામાં આવે છે. 2023 ENR રેન્કિંગમાં દર્શાવ્યા મુજબ, કંપની વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં મજબૂત આંતરરાષ્ટ્રીય હાજરી ધરાવે છે. ફિચ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023 માટે આંતરરાષ્ટ્રીય આવકના આધારે દરિયાઈ અને બંદર સુવિધાઓ, પુલ, પરિવહન અને ટ્રાન્સમિશન લાઇન સેગમેન્ટમાં Afcons વૈશ્વિક સ્તરે ટોચના આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટરોમાં સ્થાન ધરાવે છે. એફકોન્સ 17 દેશોમાં 79 સક્રિય પ્રોજેક્ટ્સમાં સક્રિયપણે સામેલ છે. 30 જૂન, 2024 સુધીમાં, કંપનીની ઓર્ડર બુક રૂ. 31,747.43 કરોડ હતી.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
કામગીરીમાંથી AILની આવક નાણાકીય વર્ષ 2023માં રૂ. 12,637.38 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024માં રૂ. 13,267.50 કરોડ થઈ હતી. કર પછીનો નફો નાણાકીય વર્ષ 2024માં રૂ. 410.86 કરોડથી વધીને રૂ. 449.74 કરોડ થયો હતો. ફિચ રિપોર્ટમાં, એફકોન્સ પાસે સૌથી વધુ ROCE અને EBITDA માર્જિન છે અને નાણાકીય વર્ષ 2024 માટે બીજા સૌથી વધુ ROE અને PAT માર્જિન છે અને PAT નાણાકીય વર્ષ 2022 અને 2024 વચ્ચે સૌથી ઝડપી દરે વૃદ્ધિ પામ્યો છે. 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના માટે, કામગીરીમાંથી આવક રૂ. 3,154.36 કરોડ અને કર પછીનો નફો રૂ. 91.59 કરોડ થયો હતો.
લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ, DAM કેપિટલ એડવાઈઝર્સ, જેફરીઝ ઈન્ડિયા, નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી, નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને SBI કેપિટલ માર્કેટ્સ બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)