મોટાભાગના વ્યવહારો ઇલેક્ટ્રોનિક, ગ્રોસરી અને વસ્ત્રો પાછળ થયા: કિવિક્રેડિટ ઓન યુપીઆઈએ ભારતમાં તહેવારોમાં ખર્ચમાં વધારાને વેગ આપ્યો

અમદાવાદ, 11 નવેમ્બર:  આ તહેવારોની સિઝનમાં ભારતીય ખરીદદારોએ ઓફલાઇન ખરીદી માટે મજબૂત પસંદગી દર્શાવી હતી જેમાં યુઝર દીઠ ખર્ચમાં 30 ટકાનો વધારો જોવાયો હતો એમ યુપીઆઈ દ્વારા ક્રેડિટ ખરીદી માટે ભારતના પ્રથમ પ્લેટફોર્મ કિવિના એક અભ્યાસમાં જણાવાયું હતું. કિવિનો ડેટા દર્શાવે છે કે તહેવારોની ખરીદી માટે સ્થાનિક સ્ટોર્સ અને વેપારીઓ કેન્દ્રસ્થાને હતા જેમાં જનરલ સ્ટોર્સમાં જ ખરીદીમાં નોંધપાત્ર 55 ટકાનો વધારો જોવાયો હતો. દિવાળીમાં પરંપરા ગણાતી ઝવેરાતની ખરીદીમાં 17 ટકાનો વધારો થયો હતો જ્યારે ગ્રોસરી, ડાઇનિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી અન્ય કેટેગરીમાં પણ વધારો જોવાયો હતો જેમાં યુઝર દીઠ ખર્ચમાં અનુક્રમે 24 ટકા, 18 ટકા અને 24 ટકા વધારો થયો હતો. ખર્ચની આ વ્યાપક પેટર્ન ઊજવણી માટે તૈયાર ભારતીય ખરીદદારોની વિવિધ જરૂરિયાતો અને તેઓ સ્થાનિક સ્તરે ખરીદી કરવાનું પસંદ કરતા હોવાનું દર્શાવે છે.

આસપાસમાં વેપાર કરતા વેપારીઓને નોંધપાત્ર ફાયદો થયો છે જેમાં નાના સ્ટોર્સમાં યુઝર દીઠ ખર્ચ ટિયર-1 શહેરોમાં 31 ટકા અને ટિયર-2 શહેરોમાં 29 કા વધ્યો હતો. મોટા રિટેલર્સમાં જોવાયેલા વધારા કરતાં આ વધારો ઘણો વધુ હતો. ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં મોટા રિટેલર્સમાં યુઝર દીઠ ખર્ચ અનુક્રમે 23 ટકા અને 17 ટકા વધ્યો હતો.

ટિયર-1 શહેરોમાં ખરીદદારોએ અનુભવો પર વધુ ખર્ચ કર્યો હતો જેમાં ડાઇનિંગ પરનો ખર્ચ 22 ટકા અને જ્વેલરી પરનો ખર્ચ 18 ટકા વધ્યો હતો. આનાથી વિપરિત ટિયર-2 શહેરોમાં આવશ્યક જરૂરિયાતો પાછળ વધુ ખર્ચ થયો હતો. ઇલેક્ટ્રોનિક ખરીદી 41 ટકા વધી હતી અને જનરલ સ્ટોરમાં ખર્ચમાં નોંધપાત્ર 64 ટકાનો વધારો થયો હતો.

કિવિના કો-ફાઉન્ડર મોહિત બેદીએ જણાવ્યું હતું કે 400 શહેરોમાંથી મેળવાયેલા ડેટા અને 1 લાખના યુઝર બેઝ સાથે કિવિની ક્રેડિટ ઓન યુપીઆઈ સુવિધા ખરીદીને વધુ સુગમતાભરી બનાવીને તહેવારોમાં રોનક લાવવાનું તથા ગ્રાહકોને તેમના સમુદાય સાથે ઊજવણી કરવામાં મદદ કરવાનું ચાલુ રાખે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)