Bull and Bear -Stock Market Trends

STOCKS FOR SHORT- MEDIUM TERM: BLUESTAR, BERGER PAINT AND LUPIN

શોર્ટ મિડિયમ ટર્મ માટે ધ્યાનમાં રાખોઃ બ્લૂસ્ટાર, બર્જર પેઇન્ટ અને લ્યુપિન

અમદાવાદઃ મંગળવારે સવારે ગેપઅપથી ખુલ્યા બાદ સાંકડી વધઘટ દરમિયાન સવારે 10.50 કલાક આસપાસના સુમારે નિફ્ટીએ તેની 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવીને સંકેત આપ્યો છે કે, માર્કેટ અંડરટોન નરમાઇ તરફથી રહ્યો છે. સોમવારે નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીને સ્પર્શ કરતાં જ માર્કેટનો જીવ તાળવે ચોંટ્યો હતો. ગેપડાઉન ઓપનિંગ અને સતત ઘટાડાની ચાલ વચ્ચે નિફ્ટી ઇન્ટ્રા-ડે 17000- 17195ની રેન્જમાં રમી છેલ્લે 311 પોઇન્ટના ઘટાડા સાથે 17016 પોઇન્ટ બંધ રહ્યો હતો. મંગળવારે પણ 17110.90 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલ્યા બાદ 17022 પોઇન્ટ થઇ સવારે 10.20 કલાકે 17035 પોઇન્ટ આસપાસ રમતો હતો. નિફ્ટી 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી નીચે બંધ રહેશે તો 16750- 16440 પોઇન્ટની સપાટી દર્શાવી શકે છે. પરંતુ જો રાહત રેલીમાં 17300ની 50 ડે ઇએમએ જાળવી રાખશે તો માર્કેટમાં સુધારાના ચાન્સિસ વધશે. જેમાં નિફ્ટી માટે 17149- 17282 મહત્વના રેઝિસ્ટન્સ લેવલ ધ્યાને રાખવા રહ્યાં.

બેન્ક નિફ્ટીપણ તમામ સપોર્ટ લેવલ્સ તોડી ચૂક્યો છે. સાથે સાથે ઓવરસોલ્ડ ઝોનમાં છે. તે જોતાં 39800 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવામાં અસમર્થ રહે તો નીચામાં 38000 સુધી જઇ શકે. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 38329- 308042 મહત્વની ટેકાની અને 39066- 39516 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY17016BANK NIFTY38616IN FOCUSBUY/SELL
S-116931S-138329BLUESTARBUY
S-216846S-238042BERGERPAINTBUY
R-117149R-139066LUPINBUY
R-217282R-239516SUNTVSELL

બ્લૂસ્ટારઃ કોર બિઝનેસમાં ઇન્ડસ્ટ્રી એવરેજથી વધુ સ્પીડથી ગ્રોથ મેળવવા માટે કંપનીએ 3 વર્ષની સ્ટ્રેટેજી ઘડી છે. જેનાથી તેની પ્રોફીટેબિલિટી વધશે. આ ઉપરાંત નવા સેક્ટર્સ ઉપર પણ ફોકસ વધારી રહી છે. તે જોતાં શોર્ટ- મિડિયમ ટર્મમાં શેરને સારો એવો ફાયદો થવાની ધારણા છે. કંપની તેનો માર્કેટશેર 2024 સુધીમાં વધારી 15 ટકા સુધી લઇ જવાની ધારણા રાખે છે. ઊંચી કમાણી, ગ્રોથ, વધુ સારાં માર્જિન્સ જોતાં રિલાયન્સ સિક્યુરિટિઝ રૂ. 1475ના ટાર્ગેટ સાથે ખરીદીનો કોલ આપે છે.

ઇન્ટ્રા-ડે બાય- સેલ

બર્જર પેઇન્ટઃ ખરીદોઃ રૂ. 623- 618ની રેન્જ મહત્વની છે. ટાર્ગેટ રૂ. 644, સ્ટોપલોસ રૂ. 609.

લ્યુપિનઃ ખરીદોઃ રૂ. 638- 632ની ઇન્ટ્રા-ડે રેન્જ મહત્વની છે. ટાર્ગેટ રૂ. 667, સ્ટોપલોસ રૂ. 619.

સનટીવીઃ વેચોઃ રૂ. 494- 498ની ઇન્ટ્રા-ડે રેન્જ મહત્વની છે. ટાર્ગેટ રૂ. 476, સ્ટોપલોસ રૂ. 507

Market lens by: Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)