CORPORATE/ BUSINESS NEWS
કિસાનધને 9600થી વધુ મહિલા લોન લાભાર્થીઓને ઓન-બોર્ડ કરી
અમદાવાદ : મલ્ટી એસેટ એગ્રી ફાઇનાન્સ એનબીએફસી અને એસએલસીએમ ગ્રૂપની પેટા કંપની કિસાનધને તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ પાર્ટનરશીપ લેન્ડિંગ પ્રોગ્રામ દ્વારા 9600થી વધુ મહિલા લોન લાભાર્થીઓને ઓન-બોર્ડ કર્યાં છે તથા તેમની વચ્ચે 413.40 મિલિયનથી વધુની લોનનું વિતરણ કર્યું છે. એસએલસીએમ ગ્રૂપના સીઇઓ સંદીપ સભ્રવાલે જણાવ્યું હતું કે, અમારી સફરમાં અમે હંમેશાથી કૃષિમાં મહિલાઓની અછત અને જરૂરિયાતને અનુભવી છે. કિસાનબંધન નાના ખેત માલીકો અને તેમના પરિવારોની આજીવિકાને અસર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ પ્રોગ્રામે 9,600 મહિલા લોન લાભાર્થીઓના આંકડાને પાર કર્યો છે અને અમે આગામી વર્ષોમાં આ સંખ્યા બમણી કરવાની આશા રાખીએ છીએ.
ઉપલબ્ધ આંકડાઓ મૂજબ ભારતમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓ સ્થાયી થવા માટે ધિરાણની ઓછી એક્સેસ ધરાવે છે. જમીનની માલીકી તેમના નામે હોવા છતાં મહિલાઓ પાસે નિર્ણય લેવાની શક્તિ હોતી નથી. ભારતમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓ પુરુષોની તુલનામાં માત્ર 70 ટકા કમાણી કરે છે.
બેંક અથવા નાણાકીય સંસ્થાનો દ્વારા નિમાયેલા બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ ગ્રામિણ વિસ્તારોમાં જ્યાં બેંકની ઉપસ્થિતિ ન હોય તેવાં અંતરિયાળ વિસ્તારમાં એજન્ટ્સ તરીકે કામ કરીને નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. પ્રતિ ઋણ લેનાર વ્યક્તિની સરેરાશ ટીકીટ સાઇઝ રૂ. 39,000 છે. અત્યાર સુધીમાં કિસાનધને મહિલા લાભાર્થીઓને મદદરૂપ બનતા 413.40 મિલિયનની લોન વિતરિત કરી છે. આજની તારીખમાં કિસાનધને રૂ. 25 બિલિયનની લોન વિતરિત કરીને અડધા મિલિયન ખેડૂતો, કૃષિ ટ્રેડર્સ, એગ્રી પ્રોસેસર્સ વગેરેને અસર કરી છે.