બેંગ્લોર: પેટ્રોલ-ડીઝલના વાહનો કરતાં સસ્તા તેમજ ઈ-મોબિલિટી માટે સરકારના વિવિધ પ્રોત્સાહનોનો લાભ લેતાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં ઈલેક્ટ્રિક ફોર વ્હિલરના વેચાણો 268 ટકા અને ઈ-સ્કૂટર,ઈ-બાઈકના વેચાણો 404 ટકા સુધી વધ્યા છે. લો બેઝની પણ ઈફેક્ટ જોવા મળી છે.

સ્મોલકેસ ટેક્નોલોજીસ પ્રા.લિની પેટા કંપની વિન્ડમીલ કેપિટલના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટમાં પ્રથમ વખત રેકોર્ડ 50 હજાર ઈ-સ્કૂટર વેચાયા હતા. જે ઓક્ટોબરમાં સતત બીજા મહિને વૃદ્ધિ જાળવી રાખતા 68324 ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ વેચાયા હતા. 2022-23ના પ્રથમ છ માસમાં કુલ 18142 ઈ-કાર વેચાઈ હતી. જે ગતવર્ષે સમાનગાળામાં માત્ર 4932 ઈ-કાર વેચાણ સામે 268 ટકા વૃદ્ધિ દર્શાવે છે. તદુપરાંત ગત નાણાકીય વર્ષમાં 55147 ઈલેક્ટ્રિક-ટુ વ્હિલર્સના વેચાણો ચાલુ નાણાકીય વર્ષમાં 404 ટકા વધી 277910 યુનિટ નોંધાયા છે.

છેલ્લા છ માસમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ

વિગતવેચાણવેચાણમાસિક ગ્રોથમાસિક ગ્રોથ
માસઈ-કારઈ-સ્કૂટરઈ-કારઈ-સ્કૂટર
એપ્રિલ-22216149183 – –
મે-2228553952032.11-19.65
જૂન-223111423038.977.04
જૂલાઈ-223329446147.015.46
ઓગસ્ટ-22326750506-1.8613.21
 સપ્ટેમ્બર-3419517844.652.53
કુલ18142277910  

 Source: Autocarpro

ઈલેક્ટ્રિક ટુ વ્હિલરમાં ઓકિનાવાનો માર્કેટ હિસ્સો સૌથી વધુ

ભારતીય ઈલેક્ટ્રિક ટુ વ્હિલર માર્કેટમાં Okinawa Autotech (ઓકિનાવા ઓટોટેક્)નો હિસ્સો સૌથી વધુ 18.8 ટકા છે. ગુરૂગ્રામ સ્થિત કંપની સાત ઈવી બ્રાન્ડ અને 300થી વધુ મજબૂત ડીલર નેટવર્ક ધરાવે છે. ઓલા સ્કૂટર 44801 ઈવી વેચાણ સાથે માર્કેટમાં 16.1 ટકા હિસ્સો ધરાવે છે. હીરો ઈલેક્ટ્રિક 15.6 ટકા માર્કેટ હિસ્સા સાથે ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે Greaves Cottonની માલિકીની Ampere Vehicles (13.6 ટકા) છે. તદુપરાંત હીરો મોટોકોર્પની એથર એનર્જી, ટીવીએસ મોટર, બજાજ ઓટોના ઈ-સ્કૂટરની માગ માર્કેટમાં જોવા મળી છે.

ઈ-કાર માર્કેટમાં તાતા 86 ટકા હિસ્સા સાથે વર્ચસ્વ ધરાવે છે

15518 યુનિટ વિવિધ મોડલ Tiago EV, Tigor EV, and Nexon EVના વેચાયા પ્રથમ છ માસમાં

10 નવા ઈવી મોડલ 2025 સુધી લોન્ચ કરવાની તાતા મોટર્સની યોજના

1 અબજ ડોલરનું રોકાણ કરશે મહિન્દ્રા 2024-26 સુધીમાં 5 નવા ઈવી મોડલ લોન્ચિંગમાં

40થી વધુ શહેરોમાં નેટવર્ક વિસ્તરણ કર્યુ બજાજ ઓટોએ ઈલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં