MCXના ચેરમેન તરીકે ડૉ. હર્ષ કુમાર ભાનવાલાની નિમણૂંક

મુંબઈઃ સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટસ (રેગ્યુલેશન) (સ્ટોક એક્સચેન્જિસ એન્ડ ક્લિયરિંગ કોર્પોરેશન્સ) રેગ્યુલન્સ 2018ની જોગવાઇઓની શરતે ડૉ. હર્ષકુમાર ભાનવાલાની MCXના ગવર્નિંગ બોર્ડના ચેરમેન તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. ભાનવાલા નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)માં મે 2020 સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ (આઇઆઇએફસીએલ)ના ચેરમેન કમ મેનેજમેન્ટ ડિરેક્ટર પણ હતા. છેલ્લે તેઓ સેબીની સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઇ-ટીજી) ટેકનિકલ ગ્રુપમાં ચેરમેન હતા. તેઓ ડેવલપમેન્ટ ફાઇનાન્સ, ઓર્ગેનાઇઝેશનલ ટ્રાન્ફોર્મેશન એન્ડ સોલ્વીંગ પ્રોબ્લેમ્સ તેમજ ખેડૂતોની આવક કેવી રીતે વધારવા અને ટકાઉ કૃષિને કેવી રીતે ઉત્તેજન આપવું તેમાં 36 વર્ષનો અનુભવ ધરાવે છે. ડૉ. ભાનવાલા આઇઆઇએમ અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટગ્રેજ્યુએટ થયા છે અને મેનેજમેન્ટમાં પીએચડીની ડિગ્રી ધરાવે છે. તેમને તામિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કોઇમ્બતુર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ-સેન્ટ્ર્લ ઇન્સ્ટિટ્યુટ ઓફ મુંબઇ તરફથી વિજ્ઞાનમાં માનદ ડૉક્ટરેટની ડિગ્રી પણ આપવામાં આવી છે. તેઓ નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાંથી ડેરી ટેકનોલોજીના સ્નાતક છે.

વ્હોટ્સએપ પર ફ્રી ક્રેડિટ સ્કોર ઓફર કરશે ક્રેડિટ બ્યૂરો કંપની એક્સપીરિયન

મુંબઈ: ડેટા એનાલીટિક્સ અને ડિસીઝનિંગ તથા ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ (રેગ્યુલેશન) એક્ટ, 2025 અંતર્ગત ભારતમાં લાઇસન્સ ધરાવતી એક્સપીરિયન ઇન્ડિયાએ નિઃશુલ્ક ધોરણે વ્હોટ્સએપ પર ક્રેડિટ સ્કોર ચકાસવાની સુવિધા આપશે. જે ભારતમાં કોઈ પણ ક્રેડિટ બ્યૂરોએ પહેલી વાર પ્રસ્તુત કરી છે.

ભારત દુનિયામાં વ્હોટ્સએપ યુઝર્સની સૌથી વધુ સંખ્યા – 487.5 મિલિયન યુઝર્સ – ધરાવે છે એટલે વ્હોટ્સએપ મેસેજિંગ સર્વિસ ભારતીય ઉપભોક્તાઓ માટે રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો છે.

એક્સપીરિયન ઇન્ડિયા કન્ટ્રી મેનેજર નીરજ ધવને કહ્યું કે અમે ઉપભોક્તાઓને ધિરાણની માહિતીની સરળ સુલભતા મળે અને ભારતમાં મજબૂત ધિરાણ ઇકોસિસ્ટમ ઊભી થાય એવું ઇચ્છીએ છીએ. વ્હોટ્સએપ મારફતે નિઃશુલ્ક ધોરણે પોતાનો ક્રેડિટ સ્કોર્સ ચકાસવા સક્ષમ બનીને ભારતીય ઉપભોક્તાઓ રિયલ-ટાઇમમાં તેમના ધિરાણની માહિતી મેળવી શકે છે, જે તેમને સુમાહિતગાર રીતે ધિરાણના નિર્ણયો લેવામાં, ધિરાણની સારી આદતો કેળવવામાં મદદરૂપ થાય છે અને સારો ક્રેડિટ સ્કોર જાળવવાનો લાભ મેળવે છે. જે તેમને તેમની નાણાકીય સ્થિતિ સુધારવા અને તેમના જીવનમાં પરિવર્તન લાવવા સક્ષમ બનાવે છે.

લાવાના 5G  સ્માર્ટફોન ‘બ્લેઝ 5G’નું વેચાણ 15 નવેમ્બરથી Amazon પર શરૂ થશે

નવી દિલ્હી: ભારત સ્થિત એન્ડ-ટુ-એન્ડ મોબાઇલ હેન્ડસેટ અને મોબાઇલ સોલ્યુશન્સ કંપની લાવા ઇન્ટરનેશનલ લિમિટેડના 5G સ્માર્ટફોન બ્લેઝ 5Gનું વેચાણ એમેઝોન પર તા. 15 નવેમ્બરથી શરૂ થશે. લાવા બ્લેઝ 5G એવાં ફીચર ધરાવે છે, જેમાં એપ ખોલ્યા વિના યુટ્યુબ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. મીડિયાટેક ડાઇમેન્સિટી 700ની તાકાત ધરાવતો લાવા 5G 2.2 2.2 ની ક્લોક સ્પીડ સાથે લોંચ કરવામાં આવ્યો છે. જે ફર્સ્ટ-ઇન-કેટેગરી મીડિયાટેક ડાઇમેન્સિટી 700 પ્રોસેસર અને તમામ સંબંધિત 5G બેન્ડ્સ સાથે બ્લેઝ 5G  ટેકનોલોજીનાં ઉત્સાહીઓ માટે ઓલ-રાઉન્ડર સ્માર્ટફોન છે. 5G સ્માર્ટફોનમાં પ્રીમિયમ ગ્લાસ બેક ડિઝાઇન , ક્લિન એન્ડ્રોઇડ 12 OS, એનોનિમસ કોલ રેકોર્ડિંગ ફીચર, ફોટોગ્રાફીનાં ઉમદા અનુભવ અને સેલ્ફી માટે 50MP AI ટ્રિપલ રિયર કેમેરા વીથ EIS સપોર્ટ અને 8MP ફ્રન્ટ કેમેરા જેવાં ફીચર્સ છે. હાઇ એન્ડ અને લેગ ફ્રી યુઝર એક્સપિરિયન્સ માટે તેમાં 4GB+ 3GB વર્ચ્યુઅલ RAM છે. તેની 128 GB UFS ROM અને 5000 mAh બેટરી અવિરત દૈનિક વપરાશ આપે છે. તેની અલ્ટ્રા-એફિશિયન્ટ 7nm ચિપસેટને કારણે બેટરી વધુ સમય ચાલે છે.