કેન્યા ખાતે ભારતમાંથી મૂડીરોકાણની અજોડ તકો અને બજાર ઉપલબ્ધીઃ કેન્યન હાઈકમિશનર
અમદાવાદઃ કેન્યા આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ગણાય છે તેમજ કેન્યા અને ભારત વચ્ચે અને ખાસ કરીને કેન્યા અને ગુજરાતના લોકો સાથે ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત અને ભારતના વેપાર ઉદ્યોગના અગ્રણીઓને તેમણે કેન્યામાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ આપતાં કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રાન્ટે ગુરૂવારે અમદાવાદમાં કેન્યા ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરિઝમ અંગેની ચર્ચા બેઠકને સંબોધતાં બ્રેટે જણાવ્યું કે, કેન્યાએ આફ્રિકાનુ અને ખાસ કરીને પૂર્વ અને મધ્યઆફ્રિકાનુ પ્રવેશદ્વાર છે. કેન્યા એક પ્રાદેશિક આર્થિક મથક છે અને ત્યાં બિઝનેસ માટે યોગ્ય વાતાવરણ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. કેન્યા પૂર્વ આફ્રિકન સમુદાય અને આફ્રિકા ખંડ સાથે ફ્રી ટ્રેડ એરિયા ધરાવે છે અને માત્ર કેન્યા જ નહી પણ આફ્રિકાનાં બજારો સાથે સરળ સંપર્ક ઉપલબ્ધ થાય છે.
અમેરિકા અને યુરોપ સાથે કેન્યાના પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ છે, કેન્યામાં હાજરી ધરાવતા ઉત્પાદકોને વ્યાપક તકો પૂરી પાડવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2012માં અમારૂ ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસ રેંકીંગ 170 હતુ તે વર્ષ 2019માં 56 સુધી પહોંચાડ્યુ છે. અમે આ રેંકીંગ સુધારવા માટે વધુ પ્રયાસ કરી રહયા છીએ.
બન્ને દેશો વચ્ચેનો વ્યાપાર 2.2 અબજ ડોલરે પહોંચ્યો
ગયા વર્ષે આ બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષી વ્યાપાર 2.2 અબજ ડોલરની નીકટ પહોંચ્યો હતો. ભારતમાંથી કેન્યામાં 2.1અબજ ડોલરની નિકાસ થઈ હતી અને ભારત આફ્રિકન દેશોનુ બીજા નંબરનુ સૌથી મોટુ નિકાસકાર બન્યુ છે. 95 મિલિયન ડોલરની નિકાસ સાથે ભારત કેન્યાનુ 18માં નંબરનુ સૌથી મોટુ નિકાસ મથક છે.
કઇ કઇ ચીજોની ભારતમાંથી થાય છે નિકાસ
કેન્યામાંથી ભારતમાં થઈ રહેલી મુખ્ય નિકાસમાં કઠોળ, ચા અને કોર્બોનેટસનો સમાવેશ થાય છે.
કઇ કઇ ચીજોની થાય છે આયાત
ભારતમાંથી જે ચીજો મંગાવવામાં આવે છે તેમાં ઔષધો, પેટ્રોલિયમ ઓઈલ્સ, સેમી ફિનિશ્ડ આયર્ન અથવા નોન- એલોય સ્ટીલ, મોટરસાયકલ્સ અને ગુડઝ વેહિકલ્સનો સમાવેશ થાય છે.
ગુજરાતીઓ કેન્યામાં મૂડીરોકાણ ધરાવે છે.
આફ્રિકાનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના દિમાગમાં સૌપ્રથમ કેન્યાનો વિચાર આવે છે. અમે કેન્યામાં મૂડીરોકાણ કરી ચૂકયા છીએ. તે મૂડીરોકાણ માટેનુ શ્રેષ્ઠ મથક છે. – પથિક પટવારી, પ્રેસિડેન્ડ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)