તમામ સેકટરની ભારતીય કંપનીઓમાં APSEZ પ્રથમ રેન્ક મેળવનાર પહેલી કંપની

અમદાવાદ: મૂડીઝના ૨૦૨૨ના ESG Solutionsના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેટીંગ સંસ્થાએ તેના મૂલ્યાંકનમાં કંપનીના શ્રેણીબધ્ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ, માનવ અધિકારો, કોર્પોરેટ ગવર્નન્સ, માનવ સંસાધન અને સમૂદાયોની સામેલગીરીને આવરી લઇને પ્રથમ રેન્કના સ્થાને મૂકી છે.

APSEZ ને ૫૯ ભારતીય કંપનીઓમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે ઊભરતાં બજારોમાં તમામ ક્ષેત્રો/ઉદ્યોગોમાં ૮૪૪ કંપનીઓમાં નવમું સ્થાન આપવામાં આવ્યું છે જેમાં અન્ય તમામ વૈશ્વિક ESG અગ્રણીઓમાં તેની શ્રેષ્ઠ કામગીરીનું સ્થાન દર્શાવે છે. એકંદરે, કંપનીએ વિશ્વભરના તમામ ઉદ્યોગો અને ક્ષેત્રોમાં મૂડીઝ દ્વારા મૂલ્યાંકન કરાયેલી ૪,૮૮૫ કંપનીઓમાં ૯૭ પર્સેન્ટાઇલનો સ્કોર કર્યો મેળવ્યો છે.

વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.