અમદાવાદઃ નિફ્ટીએ ફોલિંગ ટ્રેન્ડ કન્ટિન્યૂ કર્યો છે. સાથે સાથે 50 દિવસીય ઇએમએ (18188 પોઇન્ટ) પણ તોડીને એક માસની નીચી સપાટીએ રહ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે બેરિશ પેટર્ન રચી છે. જો 18000નું લેવલ મેઇન્ટેન નહિં થાય તો નિફ્ટી નીચામાં 17921નું લેવલ તોડી શકે છે.

NIFTY18127BANK NIFTY42409IN FOCUS
S-118024S-142116GPIL (B)
S-217921S-241822ASIPAINT (B)
R-118275R-142118SHREECEM (B)
R-218422R-243227BATAINDIA (B)

અમેરિકન શેરબજારો પૈકી એસએન્ડપી ઇન્ડેક્સ 2 ટકા અને ડાઉજોન્સ 1.5 ટકા ઘટવા સાથે ટેકનોલોજી શેર્સમાં 2.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફેડ રિઝર્વનો મેસેજ છે કે, તે ઇન્ટરેસ્ટ રેટ્સ વધાર્યે રાખશે. બીજી તરફ કોવિડ ક્રાઇસિસ વધવાના વૈશ્વિક સંકેતો ભારતીય શેરબજારોમાં મંદીનું જોર વધારે તેવી દહેશત બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગ્લોબલ સેન્ટ્રલ બેન્ક્સ તેમની મોનેટરી પોલિસી વધુ ટાઇટ કરવાના સંકેતો આપી રહી છે. તે ઉપરાંત ફેબ્રુઆરીમાં આરબીઆઇ તેના પોલિસી એક્શનમાં કેવું વલણ અખત્યાર કરશે તે પણ જોવાનું રહેશે. ટૂંકમાં નિયર ટર્મ આઉટલૂક વોલેટાઇલ રહેવા સાથે બજારોમાં મંદીવાળાઓનું પ્રભુત્વ જારી રહે તેવા સંકેતો હાલ તો મળી રહ્યા છે. પ્રિ ઓપનિંગ માર્કેટ સમરીમાં એટલું કહી શકાય કે, એસજીએક્સ નિફ્ટી સ્પોટ નિફ્ટીના અગાઉના ક્લોઝિંગ સામે 89 પોઇન્ટ નીચો છે. એશિયન માર્કેટ્સ હવે રેડમાં છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 42116- 41822, RESISTANCE 42118- 43227

ગુરુવારે બેન્ક નિફ્ટીએ વધુ 209 પોઇન્ટના ઘટાડા સાથે 42409 પોઇન્ટ બંધ આપીને સંકેત આપ્યો છે કે ટેકનિકલી 20 દિવસીય ઇએમએની નીચે ઉતર્યો છે. ટેકનિકલી 42116 અને 41822 પોઇન્ટના સપોર્ટ લેવલ્સ અને 42818- 43227 પોઇન્ટના રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ અને ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)