16 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે 2458 પોઇન્ટ, રોકાણકારોએ રૂ. 9.33 લાખ કરોડ ગુમાવ્યા

નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વનો સપોર્ટ લેવલ જાળવી રાખે છે

અમદાવાદઃ ચીન, અમેરીકા, જાપાન અને બ્રાઝિલમાં કોરોનાને વૈશ્વિક શેરબજારો અવગણીને સતત બીજાં દિવસે સુધારાની ચાલ જાળવી રહ્યા છે ત્યારે ભારતીય શેરબજારો ફફડીને ફસકી રહ્યા છે. સેન્સેક્સ સતત ત્રીજા દિવસે પણ ઘટાડની ચાલ જાળવી ગુરુવારે વધુ 241.02 પોઇન્ટ ઘટી 60826.22 પોઇન્ટ બંધ રહ્યો હતો. જેના કારણે આજે પણ રોકાણકારોની મૂડીમાં રૂ. 2.40 લાખ કરોડનું ધોવાણ જોવાયું હતું. જોકે નિફ્ટી 71.75 પોઇન્ટ ઘટ્યો હોવા છતાં 18000 પોઇન્ટનો છેલ્લે સપોર્ટ જાળવી રહ્યો છે. ટેક્નો ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે કે, ભારતીય શેરબજારો કોરોના અંગે ઓવર રિએક્ટ કરવા સાથે ઓવરસોલ્ડ પોઝિશનમાં આવી ગયા છે. તેના કારણે માર્કેટમાં બાઉન્સબેકની શક્યતા નકારી શકાય નહિં.

સેન્સેક્સ 16 ટ્રેડિંગ દિવસમાં 2458 પોઇન્ટ ડાઉન

ડિસેમ્બર મહિનો ભારતીય શેરબજારો અને રોકાણકારોને ભારે પડી રહ્યો છે. છેલ્લા 16 ટ્રેડિંગ દિવસમાં સેન્સેક્સે 2458 પોઇન્ટ, નિફ્ટીએ 685 પોઇન્ટ અને રોકાણકારોએ રૂ. 9.33 લાખ કરોડ ગુમાવ્યા છે.

ટેકનોલોજીને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સ નેગેટિવ

ટેકનોલોજી ઇન્ડેક્સમાં નજીવા સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સ નેગેટિવ બંધ રહ્યા હતા. ટેલિકોમ 1.88 ટકા, ઓટો 1.05 ટકા, મેટલ 1.15 ટકા, પાવર 1.49 ટકા, રિયાલ્ટી 1.33 ટકા, સ્મોલકેપ 1.83 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 0.77 ટકા ઘટ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ 76.45 ટકા શેર્સ ઘટીને બંધ

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3652 પૈકી માત્ર 765 સ્ક્રીપ્સમાં સુધારો નોંઘાયો હતો. જ્યારે 2792 એટલેકે 76.45 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સાવ ખરડાઇ ચૂક્યું છે.

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30624
બીએસઇ36527652792