હમદર્દ ઝજ્જર ખાતે રૂ.100- 150 કરોડના રોકાણ સાથે ફૂડપાર્ક ક્લસ્ટર સ્થાપશે
ગુરુગ્રામ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી) હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે હમદર્દ ગ્રૂપ સાથે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. હમદર્દ તેના હમદર્દ ફૂડ પાર્ક ક્લસ્ટર (એચએફપીસી)ને મેટ સિટી ખાતે આશરે 10 એકર જમીન પર તેની કેટલીક મુખ્ય ફૂડ કેટેગરીઓનું ઉત્પાદન કરવા માટે વિચારી રહી છે. તેઓ તેની ઉત્પાદન સુવિધાઓના પ્રથમ તબક્કાના વિકાસમાં આશરે રૂ. 100થી 150 કરોડનું રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
1. મધ પ્રોસેસિંગ પ્લાન્ટ અને સમાન ઉત્પાદનોની ઉત્પાદન સુવિધાઓ
2. હમદર્દ ખાલિસ મસાલાની બ્રાન્ડ હેઠળ વિવિધ પ્રકારના શુદ્ધ, સંપૂર્ણ અને મિશ્રિત મસાલા માટે મસાલા ઉત્પાદનનો પ્લાન્ટ.
3. મસ્ટર્ડ ઓઈલ, ઓલિવ ઓઈલ, રાઇસ બ્રાન ઓઈલ અને સોયા ઓઈલ વગેરે જેવા ખાદ્યતેલ પ્રોસેસિંગ અને ફિલિંગ ફેસિલિટી.
4. વર્મીસેલી, સોયા ચન્ક્સ જેવા ઉત્પાદનો માટે એક્સટ્રુડેડ પ્રોડક્ટ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી.
5. ડેરી ડ્રિન્ક્સ, સ્ટિલ જ્યુસ, કાર્બોનેટેડ ડ્રિન્ક્સ જેવા ઉત્પાદનોના ફિલિંગ અને પેકિંગ.
હમદર્દ ફૂડ્સના સીઇઓ હમીદ અહેમદે જણાવ્યું કે, હમદર્દ ફૂડ્સે આગામી એકથી બે વર્ષમાં તેની ઉત્પાદન સુવિધાઓ વિકસાવવા માટે રિલાયન્સ મેટ સિટી, ઝજ્જર, હરિયાણાની પસંદગી કરી છે. મેટ સિટીના સીઇઓ અને ડબ્લ્યૂટીડી એસવી. ગોયલે જણાવ્યું કે મેટ સિટી પ્રોજેક્ટ માત્ર સૌથી ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાંની એક નથી પણ વૈશ્વિક કંપનીઓ માટેનું સરનામું પણ છે. મેટ સિટી 9000 કરોડથી વધુ રોકાણ સાથે ટકાઉ વિકાસ પૂરો પાડનારો પહેલો પ્રોજેક્ટ છે. આજે તેની પાસે 1903 એકર માટેના લાઇસન્સ છે અને 25,000થી વધુ લોકો પહેલેથી જ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે.