DateOpenHighLowClose
3/02/202360,350.0160,905.3460,013.0660,841.88
6/02/202360,847.2160,847.2160,345.6160,506.90
7/02/202360,511.3260,655.1460,063.4960,286.04
8/02/202360,332.9960,792.1060,324.9260,663.79
9/02/202360,715.8960,863.6360,472.8160,806.22
10/02/202360,706.8160,774.1460,501.7460,682.70

શુક્રવારે મોટાભાગના સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફિક બાસ્કેટ સેલિંગ પ્રેશરની સ્થિતિ

અમદાવાદઃ મેટલ, એનર્જી, ઓઈલ-ગેસ, પાવર આઈટી, ટેકનો શેરોમાં સાર્વત્રિક વેચાણના પ્રેશર સાથે બીએસઇ સેન્સેક્સ 123 પોઈન્ટ્સ ઘટીને 60682.70 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 36.95 પોઇન્ટના સાધારણ ઘટાડા સાથે  17850ની સપાટી જાળવી રાખવા સાથે 17856.60 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ ઉપરમાં 60,774.14 અને નીચામાં 60,501.74 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 123.52 પોઈન્ટ્સ અથવા 0.20 ટકા ઘટીને 60,682.70 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 17,876.95 અને નીચામાં 17,801.00 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 36.95 પોઈન્ટ્સ અથવા 0.21 ટકા ઘટીને 17,856.50 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે મેટલ, એનર્જી, ઓઈલ-ગેસ, પાવર આઈટી, ટેકનો શેરોમાં ભારે વેચવાલી જ્યારે કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, કેપિટલ ગૂડ્ઝ, ઓટો અને ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.04 ટકા અને 0.48 ટકા વધીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ સ્થિર/ પોઝિટિવ, સેન્ટિમેન્ટ સાવચેતીનું

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ360917941663
સેન્સેક્સ301416

અદાણી જૂથની શેર્સને વળગી સાડાસાતી પનોતીઃ 10માંથી 9 શેર્સ ડાઉન

અદાણી જૂથના શેર્સમાં શુક્રવારે પણ ઘટાડાનો દોર જારી રહેવા સાથે ચાર કંપનીઓના શેર્સમાં મંદીની સર્કીટ વાગી હતી.

COMPANYCLOSE+/-%
ADANI ENTER1847.35-4.15
ADANI PORT583.85+0.31
ADANI POWER164.30-4.97
ADANI TRANS1186.15-5.00
ADANI GREEN723.90-4.99
ADANI TOTAL1258.25-5.00
ADANI WILMAR436.10-0.95
ACC1881.00-1.85
AMBUJA CEMENT361.05+0.85
NDTV208.65-3.65