IHCL તાજ રિસોર્ટ સાથે ગાંધીનગરમાં બ્રાઉનફિલ્ડ રિસોર્ટ શરૂ કરશે
IHCL ગુજરાતમાં તાજ, સિલેક્યુશન્સ, વિવાન્તા અને જિન્જર બ્રાન્ડની 21 હોટેલ ધરાવશે
મુંબઈ: હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL)એ ગાંધીનગરમાં તાજ બ્રાન્ડેડ રિસોર્ટ અને સ્પા સાથે પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. આ બ્રાઉનફિલ્ડ રિસોર્ટ વર્ષ 2023ની શરૂઆતમાં ખુલશે. આ પ્રસંગે IHCLનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત છટવાલે કહ્યું હતું કે, 118 કી કે રૂમ ધરાવતા વિશાળ રિસોર્ટની ખાસિયતમાં હશે… સંપૂર્ણ સેવાઓ સાથે જિવા સ્પા. જે યોગા અને ધ્યાન સહિત સર્વાંગી પ્રોગ્રામ ઓફર કરે છે. સ્પાની સુવિધાઓમાં આઠ ટ્રીટમેન્ટ રૂમ, રિલેક્સેશન લોંજ, સેન્સરી લોંજ, સ્પા કાફે, મેડિટેશન રૂમ, સૉના અને સ્ટીમ, તુર્કીશ હમ્મામ, સ્વિમિંગ પૂલ અને ફિટનેસ સેન્ટર સામેલ હશે. રિસોર્ટ આખો દિવસ ડિનર, સ્પેશિયાલ્ટી રેસ્ટોરાં અને લોબી લોંજ પણ ધરાવશે. 400 ચોરસ મીટરનો વિશાળ બેન્ક્વેટ હોલ અને 8,000 ચોરસ મીટરની હરિયાળી ગ્રીન લૉન કોન્ફરન્સ અને સામાજિક કાર્યક્રમો માટે છે. આ હોટેલના ઉમેરા સાથે IHCL ગુજરાતમાં તાજ, સિલેક્યુશન્સ, વિવાન્તા અને જિન્જર બ્રાન્ડની 21 હોટેલ ધરાવશે, જેમાં પાંચ નિર્માણાધિન છે.