મુંબઈ: ગોદરેજ ગ્રૂપની ગોદરેજ એન્ડ બૉય્સને એરિયલ એરોસ્પેસમાં વ્યવસાય કરતી એની કંપની ગોદરેજ એરોસ્પેસ માટે એરિયલ એપ્લિકેશન્સ માટે ડીઆરડીઓ તરફથી એન્જિનના આઠ મોડ્યુલ્સનું ઉત્પાદન કરવા માટે ઓર્ડર મેળવ્યાં છે. આ ક્લાસના એન્જિનનું ઉત્પાદન કરવા માટે ઓર્ડર મેળવનારી ગોદરેજ એરોસ્પેસ ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની બની ગઈ છે. ડીઆરડીઓ માટે આઠ મોડ્યુલનું નિર્માણ કરવા માટેની આ કામગીરી ભારતમાં સ્વદેશી રીતે ઉત્પાદન માટે ભવિષ્યના વિવિધ પ્રોજેક્ટનો માર્ગ મોકળો કરશે.

આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી કંપનીઓને ભારતમાં ઉત્પાદન કરવામાં રસ વધવાની સાથે ગોદરેજ એરોસ્પેસ વિવિધ પ્રકારના એન્જિનો માટે વધતી માગ પૂર્ણ કરવા સજ્જ હોવાનું કંપનીના એવીપી અને બિઝનેસ હેડ માનેક બેહરામકામદિને જણાવ્યું હતું. કંપનીએ એરોસ્પેસ અને સંરક્ષણલક્ષી વિવિધ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 500 કરોડનું રોકાણ કર્યું છે તથા એની ઉત્પાદનની જુદી જુદી પ્રક્રિયાઓમાં નવી પ્રક્રિયાઓ સામેલ કરી છે.