હૈદરાબાદ: ઇન્વેસ્ટર અને ઇશ્યુઅરને સેવા પૂરી પાડતી કંપની કે ફિન ટેકનોલોજીસ લિમિટેડ (“KFin Technologies”) એ ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર (TSP)  ફિનટેક પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (FPSIPL)માં રોકાણ કરવાનાં નિર્ણયની જાહેરાત કરી હતી. FPSIPL ફિનસેક AA સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પેટાકંપની ધરાવે છે, જે એકાઉન્ટ એગ્રીગેટર છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)નું લાઇસન્સ ધરાવે છે. કંપની ફાઇનાન્સિયલ સર્વિસ ઇકોસિસ્ટમમાં વિવિધ એસેટ ક્લાસમાં હાલની સેવા ઉપરાંત વૈવિધ્યીકરણ કરવા માંગે છે.

FPSIPLની બ્રાન્ડ મની વન BFSI   સેક્ટર માટે ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરાં પાડે છે. ટીએસપી તરીકે તેની પ્રાથમિક કામગીરી BFSI  ક્ષેત્રનાં ગ્રાહકોને ડેટા શેરિંગ, ડેટા ગવર્નન્સ અને એનાલિસિસ તથા સંબંધિત સેવાઓ પૂરી પાડવાની છે.

આ રોકાણ બાદ કે ફિન ટેકનોલોજીસ FPSIPL નો પોસ્ટ ઇશ્યુ શેર કેપિટલનો 25.63 ટકા હિસ્સો ધરાવશે. KFin Tech નિયમ પ્રમાણે ક્લોઝિંગની શરતો તથા નિયમનકારી મંજૂરીને આધીન FPSIPLની વધારાની શેર મૂડી હસ્તગત કરીને કુલ શેર હોલ્ડિંગ 75.01 ટકાએ લઈ જઈ શકે છે.

કે ફિન ટેકનોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીકાંથ નડેલાએ જણાવ્યું કે, KFin Tech સ્થાનિક અને વૈશ્વિક સ્તરે 5000થી વધુ ગ્રાહકોને ‘એટ-સ્કેલ’ અને ઇનોવેટિવ ટેકનોલોજી સોલ્યુશન્સ દ્વારા સેવા પૂરી પાડી રહી છે.