સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડમાં નરમાઈ
મુંબઈ, 10 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,325ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,500 અને નીચામાં રૂ.55,270 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.115 વધી રૂ.55,416ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.105 વધી રૂ.44,266 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,465ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,257ના ભાવે ખૂલી, રૂ.141 વધી રૂ.55,413ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,017 અને નીચામાં રૂ.61,353 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 116 ઘટી રૂ.61,868 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 133 ઘટી રૂ.62,131 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.136 ઘટી રૂ.62,145 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,258 સોદાઓમાં રૂ.1,611.14 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.80 ઘટી રૂ.203.50 અને જસત માર્ચ વાયદો રૂ.3 ઘટી રૂ.260ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.6.20 ઘટી રૂ.747.75 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,93,214 સોદાઓમાં કુલ રૂ.23,030.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6828.2 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16194.98 કરોડનો હતો. એમસીએક્સ પર 63,808 સોદાઓમાં કુલ રૂ.3,574.50 કરોડનાં કામકાજ થયાં હતાં.
નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.760નો ઘટાડો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,264ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,264 અને નીચામાં રૂ.6,151 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.107 ઘટી રૂ.6,170 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.80 ઘટી રૂ.207.40 બોલાઈ રહ્યો હતો. 36,061 સોદાઓમાં કુલ રૂ.1,618.10 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.62,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,700 અને નીચામાં રૂ.62,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.760 ઘટી રૂ.62,140ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.10 ઘટી રૂ.1037.20 થયો હતો. 232 સોદાઓમાં રૂ.24.46 કરોડનાં કામકાજ થયા હતા.