અમદાવાદઃ અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇસિસે ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે બજારની ધારણાથી વિપરીત પ્રોત્સાહક પરીણામો જાહેર કરવા સાથે આગલાં વર્ષની રૂ. 12 કરોડની ખોટ સામે રૂ. 820 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવકો 42 ટકા વધી રૂ. 26951 કરોડ થઇ છે. કંપનીનો EBIDTA 101% વધી રૂ. 1,968 cr (US$ 237.9 mn) નોંધાયો છે.

નવ માસ માટે કંપનીની આવકો 135 ટકા વધી રૂ. 106459 કરોડ અને EBIDTA 90% વધી રૂ. 6,068 cr (US$ 733.5 mn) નોંધાયો છે. કંપનીનો ચોખ્ખો નફો 271 ટકા વધી રૂ. 1750 કરોડ (US$ 211.5 mn) નોંધાયો છે.

કંપની લાંબાગાળાના મૂલ્યોના સર્જનમાં સકસેસફુલ

છેલ્લા 3 દાયકાથી ક્વાર્ટરથી ક્વાર્ટર અને વર્ષો વર્ષ દરમિયાન કંપનીએ સકસેસફુલ કંપની તરીકે સ્થાન હાંસલ કરવામાં સફળતા મેળવી છે. સાથએ સાથે ફન્ડામેન્ટલ્સ પણ મજબૂત બની રહેવા સાથે કંપની લાંબાગાળાના મૂલ્યોના સર્જનમાં સફળ રહી છે. હાલની માર્કેટ વોલેટિલિટી ટેમ્પરરી છે. સાથે સાથે કંપની સ્ટ્રેટેજીક તકો સાથે ઝડપી વિકાસ માટે કંપની સજ્જ છે. – ગૌતમ અદાણી, ચેરમેન, અદાણી જૂથ