અદાણીનો ઔદ્યોગિક 5G સ્પેસમાં પ્રવેશઃ અદાણી ડેટા નેટવર્કસ લિ.એ 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું
26 GHz મીલીમીટર વેવ બેન્ડમાં સ્પેક્ટ્રમના ૪૦૦ MHzના ઉપયોગના અધિકાર મેળવ્યા | ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોને એકીકૃત કરવા તરફનું અદાણી સમૂહનું પ્રથમ પગલું |
5G સ્પેસમાં પ્રવેશ અમારી કંપનીઓને નવી એડ ઓન સેવાઓની તક આપશેઃ ગૌતમ અદાણી | ચાર કરોડ ગ્રાહકો આધારિત સેવાઓને સેવા પ્રદાન કરવા માટે સુપર એપ્લિકેશન વિકસાવાશે |
અમદાવાદ: અદાણી ઉદ્યોગ સમૂહના ડીજીટલ કનેક્ટીવિટી સોલ્યુશનના અંગ એવી અદાણી ડેટા નેટવર્ક્સ લિ.(ADNL), એ 26 GHz મીલીમીટર વેવ બેન્ડમાં સ્પેક્ટ્રમના 400 MHzનો ઉપયોગ કરવા માટેના અધિકાર મેળવ્યા છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સૌપ્રથમ 5G ની નિલામીમાં અદાણી ડેટા નેટવર્કસ લિ.એ 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું છે.
નવા હસ્તગત કરાયેલા આ 5G સ્પેક્ટ્રમથી એક એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં મદદ મળવાની અપેક્ષા સાથે અદાણી સમૂહના પોતાના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાથમિક ઉદ્યોગ અને બિઝનેસનું ટુ કસ્ટમર બિઝનેસ પોર્ટફોલિયોના ડિજિટાઈઝેશનની ગતિ અને પહોંચને વેગ આપશે. ડિજિટલ સક્ષમતાના પ્રવેગથી મિલ્કતો પરના વળતરના દરમાં ભૌતિક લાંબા ગાળાનો સુધારો થશે. ૪૦૦MHz સ્પેક્ટ્રમની પ્રાપ્તિ એ તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોને એકીકૃત કરવા તરફનું અદાણી સમૂહનું પ્રથમ પગલું છે, જેમાં ડેટા સેન્ટર્સ, ટેરેસ્ટ્રીયલ ફાઈબર અને સબમરીન કેબલ્સ, ઈન્ડસ્ટ્રીયલ ક્લાઉડ, AI ઈનોવેશન લેબ્સ, સાયબર સિક્યોરિટી અને સુપર એપ્સનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 5G આપણા દેશની કનેક્ટિવિટીની જરૂરિયાતોને અભૂતપૂર્વ રીતે હલ કરે છે અને ભવિષ્યમાં જરૂરી આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અમોને મદદરુપ થવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.. “ઔદ્યોગિક 5G સ્પેસમાં અદાણી ગ્રૂપનો પ્રવેશ અમારી પોર્ટફોલિયો કંપનીઓને નવી એડ ઓન સેવાઓનો સેટ ઓફર કરવાની મોકળાશ આપશે અમે જે નિર્માણ કરી રહ્યા છીએ તે અન્ય તમામ ડિજિટલ સેગમેન્ટ્સનું મૂડીકરણ કરે છે. જ્યારે અમારો પોર્ટફોલિયો અતિ વિતરિત એસેટ ઇન્ટેન્સિવ ઇન્વેસ્ટમેન્ટ હોવાથી તમામ સેન્સરાઇઝેશન મારફત અને ઝડપથી IoT સક્ષમ બનવા ક્રાંતિ કરી રહ્યો છે, અમે માનીએ છીએ કે તમામ ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હોવાથી ડેટામાં હવે પછીનો ઉછાળો લોકો કરતાં મશીનો દ્વારા વધુ આવશે. એમ અદાણીએ કહ્યું હતું. અદાણી સમૂહના વર્તમાન અને આવનારા વ્યવસાયોને ડિજિટલી રીતે સંકલિત કરવાની અદાણી ગ્રૂપની વ્યાપક વ્યૂહરચનામાં સબમરીન અને ટેરેસ્ટ્રીયલ કેબલ્સ નેટવર્ક દ્વારા તેના ડેટા સેન્ટર્સને લિંક કરવા, વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક ઓપરેશન્સ ક્લાઉડનું નિર્માણ અને તેના ચાર કરોડ ગ્રાહકો આધારિત સેવાઓના સમૂહને સેવા પ્રદાન કરવા માટે સુપર એપ્લિકેશન વિકસાવવાનો અને વિશ્વકક્ષાના એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાનો સમાવેશ થાય છે.