અમદાવાદ: અદાણી સમૂહના રિન્યુએબલ્સ એનર્જી વ્યવસાયની એક ભાગ અદાણી ગ્રીન એનર્જી લિ.એ રાજસ્થાનના તેનો ત્રીજો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્લાન્ટ રાજસ્થાનના જેસલમેરમાં કાર્યાન્વિત કર્યો છે. આ નવા શરુ કરાયેલા હાઇબ્રીડ પ્લાન્ટ મળીને સંયુક્ત ક્ષમતા 450 મેગાવોટ છે. આ પ્લાન્ટ SECI સાથે કિલોવોટના Rs.૨.૬૭ના દરથી ૨૫ વર્ષનો વીજ ખરીદ કરાર ધરાવે છે. ૪૨૦ મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ અને ૧૦૫ મેગાવોટનો વિન્ડ પ્લાન્ટ મળીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ હાઇબ્રીડ પ્લાન્ટ સાથે હવે અદાણી ગ્રીન એનર્જીની કાર્યરત હાઇબ્રીડ પાવર ઉત્પાદન ક્ષમતા ૧૪૪૦ મેગાવોટ સાથે  સૌથી વિરાટ થઇ છે.

અગાઉ મે, ૨૦૨૨માં અદાણી ગ્રીન એનર્જી લિ.એ ૩૯૦ મેગાવોટનો  ભારતનો સૌ પ્રથમ હાઇબ્રીડ પાવર પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. વિશ્વનો સૌથી મોટો ૬૬૦ મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ  એક જ સ્થાને સપ્ટેમ્બર ૨૦૨૨માં કરવામાં આવ્યો હતો. આ બન્ને હાઇબ્રીડ એનર્જી ઉત્પાદન મિલ્કતો રાજસ્થાનના જેસલમેરમાં આવેલી છે.

૪૫૦ મેગાવોટના આ પ્લાન્ટના સફળતાપૂર્વક કાર્યાન્વયન સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.ની કુલ કાર્યાન્વિત ઉત્પાદન ક્ષમતા હવે કુલ ૭.૧૭ ગીગાવોટે પહોંચી છે. પરિણામે અદાણી ગ્રીન એનર્જી લિ. વિશ્વની સૌથી  વિરાટ વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર ફાર્મ વિકાસકાર બની છે. અદાણી ગ્રીન એનર્જી લિ. એ ભારત સ્થિત અદાણી સમૂહના વિશ્વમાં ૨૦.૪ ગીગાવોટની રિન્યુએબલ્ પોર્ટફોલિયો ધરાવે છે.