અદાણી ગ્રુપના શેરોમાં ઉછાળો

સ્ક્રિપ્સછેલ્લો ભાવઉછાળો
ADANI GREEN ENERGY1,331.3518.52%
ADANI TOTAL GAS821.5012.20%
ADANI ENERGY1,012.1012.18%
ADANI ENTERPRISES2,777.509.81%
ADANI PORTS957.308.94%
AMBUJA CEMENT504.556.34%
NDTV239.206.26%
ADANI POWER492.155.93%
ACC2,135.005.73%
ADANI WILMAR365.905.66%
(ભાવ 1 વાગ્યા સુધીના)

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ અદાણી ગ્રૂપને સુપ્રીમ કોર્ટ બાદ અમેરિકી એજન્સીએ પણ હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણીના સમર્થનમાં નિવેદન જારી કરતાં અદાણી શેરોમાં 17 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ સાથે અદાણી ગ્રૂપની માર્કેટ કેપ 14 લાખ કરોડથી વધી છે.

બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ (ડીએફસી) એ જૂથને $553-મિલિયન લોન આપતા પહેલા યોગ્ય તપાસ હાથ ધરી હતી. જેમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના પાવર-ટુ-પોર્ટ ગ્રુપ સામે હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા આક્ષેપો અપ્રસ્તુત (બિનસંબંધિત) હોવાનો અહેવાલ આપ્યો છે.

એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ સમર્થન આપ્યું હતું કે અમેરિકી સરકારે હિન્ડેનબર્ગ રિસર્ચના અદાણી સામે કોર્પોરેટ છેતરપિંડીના આરોપોને અયોગ્ય ગણાવ્યા હતા. આજે ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 10 ટકાથી વધુ વધીને રૂ. 2,784.30 પર પહોંચવા સાથે માર્કેટ કેપિટલાઇઝેશન ફરી એકવાર રૂ. 3 લાખ કરોડની ટોચે પહોંચી ગયું છે. શેર તેના 52-અઠવાડિયાના નીચલા સ્તરેથી 173 ટકા વધ્યો છે.

અદાણી ગ્રીન એનર્જીએ સિનિયર ડેટ ફેસિલિટી દ્વારા વધારાના $1.36 અબજનું ભંડોળ મેળવ્યું હોવાની જાહેરાત કરતાં શેર 17 ટકા સુધીનો વધારો થયો છે. એક માસમાં અદાણી ગ્રીન એનર્જીનો શેર 42 ટકા વધ્યો છે. અદાણી ગ્રૂપની કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 14 લાખ કરોડની સપાટી વટાવી ગઈ છે. છેલ્લા અઠવાડિયામાં ગ્રુપની સંપત્તિમાં રૂ. 1.83 લાખ કરોડનો વધારો થયો છે.

અદાણી ગ્રુપના શેરોમાં તેજીની સંભાવનાઃ અદાણી ગ્રૂપ પર હિન્ડેનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો લગભગ ખોટા હોવાનું સાબિત થઈ રહ્યા છે. જેના પગલે અદાણી ગ્રુપના શેરો ફરી પાછા પોતાની સર્વોચ્ચ ટોચે પહોંચવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ટૂંકસમયમાં અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરોમાં 15થી 30 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)