Aditya Birla Housing Finance એ અમદાવાદમાં નવી બ્રાન્ચ શરૂ કરી
અમદાવાદ, 24 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટાકંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ એ નેશનલ હાઉસિંગ બેંક (NHB)માં રજિસ્ટર્ડ નોન-ડિપોઝીટ એક્સેપ્ટિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. ઓક્ટોબર 2014માં કામગીરી શરૂ કરનાર કંપનીએ સમગ્ર દેશમાં તેની હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 30 જૂન, 2024 સુધીમાં આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ રૂ. 20,399 કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ સંભાળે છે. આ મજબૂત વૃદ્ધિ તેની મજબૂત ક્રેડિટ રેટિંગમાં વ્યક્ત થાય છે અને ઈકરા તથા ઈન્ડિયા રેટિંગ તરફથી તેને AAA (Stable)નું લાંબા ગાળાનું રેટિંગ અને ઈકરા તથા ઈન્ડિયા રેટિંગ તરફથી A1+નું ટૂંકા ગાળાનું રેટિંગ મળેલું છે.
આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે અમદાવાદમાં તેની નવી બ્રાન્ચ શરૂ કરી છે. કંપની સમગ્ર રાજ્યમાં હવે 18 બ્રાન્ચ ચલાવે છે અને દેશવ્યાપી 144 બ્રાન્ચનું નેટવર્ક ધરાવે છે. ગુજરાતમાંપોસાય તેવા દરે ઘરોના ક્ષેત્ર માટે આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ ઘર ખરીદનારાઓ માટે સુરક્ષિત ધિરાણ વિકલ્પો ઓફર કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)