મુંબઈ: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની જીવન વીમા પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ (ABSLI)એ વીમાયોજના – ABSLI અનમોલ સુરક્ષા કવચ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત, જીવન, સંપૂર્ણ જોખમનું પ્રીમિયમ, ટર્મ વીમા યોજના છે, જે પોલિસીધારકોને 5 વર્ષ સુધી જીવન વીમાકવચ આપતી ટૂંકા ગાળાની યોજના છે.

25થી 55 વર્ષ વચ્ચેની વયજૂથ ધરાવતા લોકો ABSLI અનમોલ સુરક્ષા કવચ ખરીદી શકે છે અને 5 વર્ષ સુધીના મહત્તમ ગાળા માટે વીમાકવચ મેળવી શકે છે. આ પ્લાન પ્રીમિયમની પેમેન્ટનો ગાળો તથા પોલિસીની શરતો અને વીમાકૃત રકમ પસંદ કરવાની ફ્લેક્સિબિલિટી આપે છે, જે પોલિસીધારકોને તેમના ટર્મ પ્લાન્સ કસ્ટમાઇઝ કરવા સક્ષમ બનાવે છે.

ABSLI અનમોલ સુરક્ષા કવચ વિશે આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી કમલેશ રાવે કહ્યું હતું કે, અમારી લેટેસ્ટ ઓફર ABSLI અનમોલ સુરક્ષા કવચ પોલિસીધારકોને વાજબી કિંમતો પર ટૂંકા ગાળાનું વીમાકવચ પ્રદાન કરીને સક્ષમ બનાવશે, જેથી તેમને અતિજરૂરી જીવન વીમાકવચ મળી શકે છે અને ચિંતામુક્ત જીવન જીવી શકે છે.