અમદાવાદ

એરોફ્લેકસ ઈન્ડસ્ટ્રીઝે આજે આકર્ષક 82.78 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મબલક કમાણી કરાવી છે. એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 108 સામે 197.40 અને એનએસઈ ખાતે 190ના ભાવે લિસ્ટેડ થયો હતો. પરિણામે રોકાણકારને લોટદીઠ રૂ. 11622નો નફો થયો છે.

પર્યાવરણને અનુકૂળ મેટાલિક ફ્લેક્સિબલ કોરુગેટેડ નળી, એસેમ્બલી અને ફિટિંગનું ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ કરતી Sat Industriesની પેટા કંપની એરોફ્લેક્સના રૂ. 351 કરોડના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ આપ્યો હતો. જે કુલ 97.11 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી 194.73 ગણો અને એનઆઈઆઈ 126.13 ગણો અને રિટેલ પોર્શન 34.41 ગણો ભરાયો હતો.

ગ્રે માર્કેટમાં એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે 60% પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. જે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 108 સામે રૂ. 65 ગ્રે પ્રિમિયમ છે.

આઈપીઓ લિસ્ટિંગ એટ અ ગ્લાન્સ

ઈશ્યૂ સાઈઝ351 કરોડ
ઈશ્યૂ પ્રાઈઝરૂ. 108
લિસ્ટિંગરૂ. 197.40
હાઈરૂ. 197.40
લોરૂ. 166.50
11.34 વાગ્યે બીએસઈ171.10

“અમે ઘન, પ્રવાહી અને વાયુઓના સરળ પ્રવાહને સરળ બનાવવા માટે વિવિધ ઉદ્યોગો માટે નિર્ણાયક ઘટકો પ્રદાન કરીએ છીએ. અમે સ્ટીલ, ઓઈલ અને ગેસ, ફાયર સ્પ્રિંકલર્સ અને સૌર જેવા ઉદ્યોગો પૂરી પાડીએ છીએ. અમે ઇવી ગતિશીલતા, સેમિકન્ડક્ટર અને નવા યુગને પણ જોઈ રહ્યા છીએ,” એમ એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર અસદ દાઉદે જણાવ્યું હતું.

31 માર્ચ, 2023 સુધીમાં, કંપની પાસે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 1,700 થી વધુ પ્રોડક્ટ SKU (સ્ટોક કીપિંગ યુનિટ્સ) હતા અને તેણે 51 દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરી હતી. તેની 80 ટકાથી વધુ આવક નિકાસમાંથી આવે છે.