અમદાવાદ, 31 ઓગસ્ટ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ એસેટ ફાળવણીની મૂશ્કેલીઓ પ્રોફેશ્નલ ફંડ મેનેજર્સને આઉટસોર્સ કરવા રોકાણકારોને સક્ષમ કરે છે. આ ઓપન એન્ડેડ સ્કીમ ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝ, ડેબટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કોમોડિટી ઇટીએફ અને એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં (ઇટીસીડી) (નિયામકીય મર્યાદાને આધીન) રોકાણ કરશે. કોટક મલ્ટી એસેટ એલોકેશન ફંડનો હેતુ સંપૂર્ણ એસેટ એલોકેશન સોલ્યુશન માટે રોકાણકારોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે, જે તેમને એક જ ઇન્વેસ્ટમેન્ટ માધ્યમ દ્વારા વિવિધ એસેટ કલાસમાં પ્રવેશમાર્ગ અને સુવિધાપૂરી પાડે છે.

કોટક મ્યુચ્યુઅલ ફંડનાં મેનેજિંગ ડાયરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, આ ફંડ સર્વગ્રાહી એસેટ એલોકેશન સોલ્યુશન માટે રોકાણકારોની જરૂરિયાતોનું પરિણામ છે, જે વિવિધ એસેટ ક્લાસમાં રોકાણને વૈવિધ્યસભર બનાવશે તથા વિવિધ આર્થિક ચક્રોમાં આગળ વધશે. અમે તેને લોડ ઇટ, લેચ ઇટ, લીવ ઇટ ફંડ કરીએ છીએ.

મલ્ટી-એસેટ રોકાણનું મહત્વપૂર્ણ પાસું તેની સ્થિતિસ્થાપકતા છે – કોઇ એક એસેટ પરિણામોને નિર્ધારિત કરતી નથી આ સ્કીમ જાહેર સબસ્ક્રિપ્શન માટે 31 ઓગસ્ટ, 2023ના રોજ ખૂલશે અને 14 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંક અને સ્વિચ માટે રૂ. 0.01માં રોકાણ કરી શકશે. તેઓ ન્યુ ફંડ ઓફર (એનએફઓ) સમયગાળામાં રૂ. 500ના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) દ્વારા પણ રોકાણ કરી શકે છે. (પ્રતિ રૂ. 500ના લઘુત્તમ 10 એસઆઇપી હપ્તાને આધીન).