અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આજે 3 કંપનીઓએ કુલ રૂ. 1693 કરોડનું ફંડ એકત્ર કરવા આઈપીઓ લાવી છે. જેમાં બે સ્મોલ ફાઈનાન્સ બેન્કો આઈપીઓ લઈ આવી છે. જેમાં કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 523 કરોડ અને જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 570 કરોડનો આઈપીઓ સમાવિષ્ટ છે. બીજી બાજુ રાશિ પેરિફેરલ્સ લિ. પણ રૂ. 920 કરોડના આઈપીઓ સાથે માર્કેટમાં ઉતરી છે. આ તમામ ઈશ્યૂ 7થી 9  ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં તેની વિગતો જાણો…

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક આઈપીઓ

રૂ. 523.07 કરોડના આઈપીઓની પ્રાઈસ બેન્ડ રૂ. 445-468 છે. માર્કેટ લોટ 32 શેર્સ માટે અરજી કરવાની રહેશે. કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 450 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ 1561329 શેર્સ વેચી રૂ. 73.07 કરોડ એકત્ર કરશે.

ગ્રે માર્કેટમાં રૂ. 50 પ્રીમિયમ નોંધાયા છે. સ્મોલ ફાઈનાન્સ બેન્કે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં મજબૂત ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીનું કુલ દેવું રૂ. 572.76 કરોડ (30 સપ્ટેમ્બર-23) છે.

જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક આઈપીઓ

ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ રૂ. 393-414 અને માર્કેટ લોટ 36 શેર્સ છે. ફ્રેશ ઈશ્યૂ હેઠળ રૂ. 462 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 108 કરોડ એકત્ર કરશે. ગ્રે માર્કેટમાં રૂ. 70 પ્રીમિયમ છે. જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક દેશની ચોથી ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર છે. બેન્કની ગત નાણાકીય વર્ષમાં આવક 20.82 ટકા અને નફો 1365.12 ટકા વધ્યો છે. કુલ દેવુ 30 સપ્ટેમ્બર-23 સુધી રૂ. 5313.54 કરોડ હતું. 2020-21માં રૂ. 72.26 કરોડનો ચોખ્ખો નફો અનેકગણો વધી 2022-23માં રૂ. 255.97 કરોડ થયો છે.

રાશિ પ્રિફેરલ્સ લિ. આઈપીઓ

Rashi Peripherals ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ્સનું વિતરણ કરતી કંપની છે. કંપની રૂ. 295-311ની પ્રાઈસ બેન્ડ પર ફ્રેશ ઈશ્યૂ હેઠળ રૂ. 600 કરોડ એકત્ર કરે છે. લોટ સાઈઝ 48 શેર્સ છે. ગ્રે માર્કેટમાં રૂ. 70 (23 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. આવક અને નફો સતત વધ્યા છે. કુલ છ બ્રોકરેજ હાઉસે આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. જેમાં બીપી ઈક્વિટીઝ, ચોઈસ ઈક્વિટી, વેન્ચુરા સિક્યુરિટીઝ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ, સુશિલ ફાઈનાન્સ, ઈન્ડસેક સિક્યુરિટીઝ સામેલ છે.