અમદાવાદના હાજર ભાવ

ચાંદી ચોરસા82000- 84000
ચાંદી રૂપું81800- 83800
સિક્કા જૂના750- 1000
999 સોનું75000- 76000
995 સોનું74800- 74800
હોલમાર્ક74480
(19-4-24)

અમદાવાદ, 19 એપ્રિલઃ ઇઝરાયેલ- ઇરાન વચ્ચેની તણાવની સ્થિતિ હળવી થઇ જવાના પગલે વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં વૃદ્ધિ નોંધાઈ હોવા છતાં સ્થાનિક બજારોમાં ભાવ સ્થિર રહ્યા છે. અતિશય ઊંચા ભાવના કારણે ઇન્વેસ્ટર્સની ઘરાકી ઘટેલી રહી છે. અમદાવાદ ખાતે સોનાની 10 ગ્રામદીઠ કિંમત આજે પણ રૂ. 76000ના મથાળે ટકેલી રહી હતી. જે ગઈકાલે ઓલટાઈમ હાઈ 76200 સામે રૂ. 200 ઘટી હતી. ચાંદી પણ રૂ. 84000 પ્રતિ કિગ્રાના લેવલે સ્થિર રહી હતી.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જિયોપોલિટિકલ તણાવ વચ્ચે કોમેક્સ સોનુ 72500-72800ની રેન્જમાં ટ્રેડ થયુ હતું. બંને દેશો વચ્ચે તણાવ હળવો થવાના સંકેતો સોનામાં પ્રોફિટ બુકિંગનું કારણ બની શકે છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આ વર્ષે કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત વચ્ચે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. આ પડકારોના લીધે મોંઘવારી વધી તો વ્યાજદરમાં વધારો થવાની ભીતિ પણ સર્જાઈ છે. જેનાથી કિંમતી ધાતુની કિંમતો ઘટી શકે છે.

વૈશ્વિક સોનુ 2417.59 ડોલરની નવી ટોચ નજીકઃ વૈશ્વિક સ્તરે સોનુ ટ્રેડિંગના શરૂઆતના સેશનમાં 2417.59 ડોલર પ્રતિ બેરલે ટોચ નજીક પહોંચ્યા હતા. જો કે, બાદમાં વધ્યા મથાળેથી ઘટી 2380.75 પર ક્વોટ થયા હતા. ગત સપ્તાહે ગ્લોબલ સ્પોટ ગોલ્ડની કિંમત ઐતિહાસિક સ્તરે 2431.29 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી.

એમસીએક્સ સોનામાં પ્રોફિટ બુકિંગઃ એમસીએક્સ ખાતે સોનામાં 5 જૂનનો વાયદો રૂ. 237 ઘટી રૂ. 72446 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી વાયદો 3 મે મુજબ રૂ. 360 ઘટી રૂ. 82913 થયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)