અમદાવાદના હાજર ભાવ

ચાંદી ચોરસા81000-83000 (-500)
ચાંદી રૂપું80800-82800 (-500)
સિક્કા જૂના750- 1000
999 સોનું74200- 75200 (-1100)
995 સોનું74000- 75000 (-1100)
હોલમાર્ક73605
(22-4-24)

અમદાવાદ, 22 એપ્રિલઃ

અમદાવાદ હાજર સોના-ચાંદી બજારમાં આજે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 1100નો જ્યારે ચાંદીમાં કીલોદીઠ રૂ. 500નો કડાકો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં બન્ને કિંમતી ધાતુઓમાં જોવા મળેલી નરમાઇની ચાલ, સ્થાનિકમાં અતિશય ઊંચા ભાવના કારણે ઘરાકીનો અભાવ તેમજ સેફ હેવનમાંથી ઇક્વિટી તરફ ડાઇવર્ટ થઇ રહેલો ઇન્વેસ્ટમેન્ટ પ્રવાહ આજના કડાકા માટે જવાબદાર રહ્યા હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ 1 ટકા ઘટાડા સાથે 86.04 ડોલર આસપાસ, સોનું ઔંશદીઠ 50 ડોલરના કડાકા સાથે 2345 ડોલર આસપાસ રહ્યા હતા. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોના-ચાંદીમાં કામચલાઉ કરેક્શન આગળ વધવા સાથે ચાંદી કીલોદીઠ રૂ. 76-78 હજાર સુધી ઘટી શકે છે. જ્યારે સોનું રૂ. 72500-73000ની રેન્જ સુધી ઘટવાની શક્યતા દર્શાવી રહ્યા છે.

દરમિયાનમાં એમસીએક્સ ખાતે સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,127ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,295 અને નીચામાં રૂ.71,400 ના મથાળે અથડાઈ, રૂ.1,391ના કડાકા સાથે રૂ.71,415ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,429 ઘટી રૂ.57,974 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.85 ઘટી રૂ.7,203ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,257 ઘટી રૂ.71,989ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.82,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.82,500 અને નીચામાં રૂ.81,159 ના મથાળે અથડાઈ, રૂ.2,340ના કડાકા સાથે રૂ.81,167 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,241 ઘટી રૂ.81,050 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,254 ઘટી રૂ.81,025 બોલાઈ રહ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)