અમદાવાદ, 15 માર્ચઃ અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ સતત બીજા દિવસે નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ચાંદી પણ છેલ્લા બે દિવસમાં રૂ. 3000 વધી છે. અમેરિકામાં એસવીબી અને સિગ્નેચર બેન્કને તાળા વાગ્યા બાદ વધુ એક બેન્ક બંધ થવાના અહેવાલોના પગલે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી છે. હાજર બજારમાં આજે સોનુ ગ્રામદીઠ રૂ. 100 વધી રૂ. 59600ની નવી ટોચે પહોંચ્યુ હતું. ચાંદી કિલોદીઠ રૂ. 500 વધી રૂ. 67500 ક્વોટ થઈ રહી હતી. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારાની તીવ્ર આશંકાએ ડોલર ઈન્ડેક્સને ટેકો મળી રહ્યો છે. પરંતુ બેન્કિંગ ક્રાઈસિસના પગલે સોના-ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. બેન્કોના પતનની ચિંતા પાછળ ડૉલરના ઘટાડા સાથે નીચો CPI અપેક્ષાએ સોનાના ભાવમાં જરૂરી દબાણ આપ્યું છે કારણ કે સંસ્થાઓ અને હેજ ફંડ્સ જોખમી અસ્કયામતોમાં જોવા મળી રહેલી અસરના પગલે ગોલ્ડ પોઝિશનમાં વધારો કરી રહ્યા છે