મુંબઈ, 30 સપ્ટેમ્બરઃ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) સમગ્ર દેશમાં રોકાણકારોમાં જાગૃતતા ફેલાવવા અને નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે બે નવી પહેલની જાહેરાત કરી છે. ભારત નિવેશ યાત્રા અને ભારત નિવેશ યંગ માઇન્ડ્સ એસે કમ્પિટિશન નામની આ પહેલ ભારતમાં નાણાંકીય રીતે માહિતગાર અને સશક્ત લોકો તૈયાર કરવા માટે એએફએમઆઈની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત નિવેશ યાત્રા એ સમગ્ર દેશમાં કરોડો લોકોને પ્રત્યક્ષપણે નાણાંકીય શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી તૈયાર કરેલી 75 દિવસની એક વ્યાપક પહેલ છે. ચાર ખાસ તૈયાર કરેલી બ્રાન્ડેડ બસો 170 નગરોનો પ્રવાસ કરશે જે દરેકમાં ઇન્ટરેક્ટિવ કિઓક્સ અને ડિજિટલ એક્સપિરિયન્સ ઝોન હશે. આ મોબાઇલ ક્લાસરૂમ મ્ચુચ્યુઅલ ફંડ્સ પર કેન્દ્રિત રસપ્રદ શૈક્ષણિક સંસાધનો પૂરા પાડશે તથા તેમના નાણાંકીય ભવિષ્ય માટે આયોજન કરવામાં લોકોને મદદ કરવા માટે એસઆઈપી કેલ્ક્યુલેટર અને મનોરંજક લક્ષ્ય-નિર્ધારિણ પ્રવૃત્તિઓ હાથ ધરશે.

આની સાથે AMFIએ ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે એક દેશવ્યાપી સ્પર્ધા ભારત નિવેશ યંગ માઇન્ડ્સ એસે કમ્પિટિશનની પણ જાહેરાત કરી છે. “Importance of Financial Literacy for a Viksit Bharat” થીમ હેઠળ આ સ્પર્ધાનો હેતુ પર્સનલ ફાઇનાન્સની વિચારપૂર્ણ શોધ અને દેશના વિકાસમાં તેના મહત્વને પ્રોત્સાહન આપીને યુવા પેઢીમાં નાણાંકીય સાક્ષરતાને જગાવવાનો છે.

સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે જણાવ્યું હતું કે લોકોને નાણાંકીય જ્ઞાન અને કુશળતાથી સશક્ત કરીને ભારત જવાબદાર નાણાંકીય વર્તનને પ્રોત્સાહન આપી શકે છે. AMFIના ચેરમેન નવનીત મુનોતે ઉમેર્યું હતું કે નાણાંકીય જાગૃતતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને અમે વિકસિત ભારતમાં પ્રદાન આપે તેવા માહિતગાર નિર્ણયો લેવા માટે નાગરિકોને સશક્ત કરી શકીએ છીએ. AMFIના ચીફ એક્ઝિક્યુટિવ વેંકટ ચલાસાનીએ જણાવ્યું હતું કે “આપણી યુવા પેઢી માટે રોકાણકાર જાગૃતતા અને શિક્ષણ ખૂબ જ મહત્વના છે કારણ કે તેઓ આપણા દેશનું ભવિષ્ય છે.

AMFI સમગ્ર ભારતમાં રોકાણકાર જાગૃતતા અને નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા લાંબા ગાળાથી પ્રતિબદ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોથી એસોસિયેશને ‘મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ કેમ્પેઇન હેઠળ મ્યુચ્યુઅલ ફંડ્સ અને જવાબદાર રોકાણ અંગે લોકોને શિક્ષિત કરવાના આશયથી વિવિધ પહેલ લોન્ચ કરી છે. આ પહેલ વિવિધ ભારતીય રોકાણકારો અને સંભવિત રોકાણકારોની ઊભરતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેની આઉટરિચ પદ્ધતિઓને અપનાવવા માટે AMFIની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)