•         કામગીરીમાંથી આવક 48.7% વધીને રૂ. 2,505.68 મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,685.61 મિલિયન હતી

•         EBITDA 67.6% વધીને રૂ. 1,467.1 મિલિયન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 875.3 મિલિયન હતી

•         ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 89.1% વધીને રૂ. 843.6 મિલિયન હતો, જે અગાઉના સમાન ગાળામાં રૂ. 446 મિલિયન હતો

પિપાવાવ: APM ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 843.6 મિલિયનનો કુલ ચોખ્ખો નફો કર્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 446.0 મિલિયનથી 89 ટકા વધારે છે. કામગીરીમાંથી આવક રૂ. 2,505.68 મિલિયન થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,685.61 મિલિયન હતી. ઇબીઆઇટીડીએ રૂ. 1,467.1 મિલિયન હતી, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 875.3 મિલિયન હતી. ઇબીઆઇટીડીએ માર્જિન 58.5 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2021-22નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં 51.9 ટકા હતું. 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા નવ મહિના માટે ચોખ્ખો નફો રૂ. 2,158.2 મિલિયન હતો, જે નાણાકીય વર્ષ 2021-22ના 9 મહિનાના ગાળામાં રૂ. 1,229.1 મિલિયનથી 75.6 ટકા વધારે હતો. આવક રૂ. 6,895.5 મિલિયન હતી, જે નાણાકીય વર્ષ 2021-22ના 9 મહિનાના ગાળામાં રૂ. 5,228.8 મિલિયન હતી. ત્રિમાસિક ગાળા માટે કન્ટેઇનર કાર્ગો વ્યવસાય 191,474 TEUs થયો હતો, જે વાર્ષિક ધોરણે 21.8 ટકા વધારે હતો. જ્યારે ડ્રાય બલ્ક વોલ્યુમ 0.99 મિલિયન એમટી, લિક્વિડ વોલ્યુમ 0.34 મિલિયન એમટીનું સંચાલન કર્યું હતું, ત્યારે રોરો કેટેગરી અંતર્ગત 10,620 યુનિટનું સંચાલન થયુ હતું. ત્રિમાસિક ગાળા દરમિયાન પોર્ટે 464 કન્ટેઇનર પોર્ટનું ટ્રેનનું સંચાલન કર્યું હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 495 ટ્રેનનું સંચાલન કર્યું હતું. નવ મહિનાના ગાળા માટે કન્ટેઇનર કાર્ગો વ્યવસાય 21.64 ટકા વધીને 564,708 TEUs થયો હતો.