મુંબઈ: ટાટા મોટર્સે આજે તેના ઈવી પરિવારની નવીનતમ સભ્ય Tiago.evના લોન્ચની ઘોષણા કરી હતી. INR 8.49 Lakh થી શરૂ થતી વિશેષ આરંભિક કિંમત ધરાવતી ઈલેક્ટ્રિફાઈંગ Tiago.evને રજૂ કરતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ. અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ઈવીને વધુ પહોંચક્ષમ બનાવવાના લક્ષ્ય સાથે આ લોન્ચ સાથે અમે 80 નવાં શહેરોમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જેને લઈ અમારું નેટવર્ક 165થી વધુ શહેરો સુધી વિસ્તરશે. અમે ઓટો એમિશન્સમાંથી કાર્બન ઉત્સર્જન ઓછું કરવા ભારતની કટિબદ્ધતા પૂર્ણ કરવા અમારી ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને 2026 સુધી 10 ઈવીના પોર્ટફોલિયો સાથે ગ્રાહકોને વધુ પસંદગી ઓફર કરીશું. Tiago.ev ઝિપટ્રોન ટેકનોલોજી પર આધારિત છે, જે હાઈ વોલ્ટેજ આર્કિટેક્ચર ઈન-હાઉસ વિકસિત છે. ઝિપટ્રોનના પાંચ મુખ્ય પાયાને સાર્થક કરતાં Tiago.ev પરફોર્મન્સ, ટેકનોલોજી, રિલાયેબિલિટી, ચાર્જિંગ અને કમ્ફર્ટની બાબતમાં મજબૂત ઊભી રહે છે. ઝિપટ્રોન ઈવી આર્કિટેક્ચર વિવિધ અને પડકારજનક ભારતીય માર્ગોમાં 500 મિલિયનથી વધુ કિમી સુધી ડ્રાઈવન અને સિદ્ધ છે.


ઈલેક્ટ્રિક હેચ Tiago.evની વિશેષતાઓ એક નજરે


• ઝંઝટમુક્ત- કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે ચાર્જિંગ માટે 15A પ્લગ પોઈન્ટ.
• સ્ટાન્ડર્ડ 3.3kW AC ચાર્જર.
• 7.2kW AC હોમ ફાસ્ટ ચાર્જર 3 કલાક 36 મિનિટમાં સંપૂર્ણ ચાર્જિંગ કરે છે.
• DC ફાસ્ટ ચાર્જિંગ, જે ફક્ત 57 મિનિટમાં 10- 80 ટકા ચાર્જ કરી શકાય છે.