અમદાવાદઃ સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરનારા રોકાણકારોને સપ્ટેમ્બર ક્વાર્ટર પાઠ ભણાવીને વિદાય લઇ રહ્યું છે. તેની સામે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક અભ્યાસ, અનુભવ અને નિષ્ણાતની સલાહ અનુસાર શેર્સ ખરીદનારા રોકાણકારો માટે 130 સ્ક્રીપ્સ બમ્પર રિટર્ન સાથે પ્રોફીટનો ખજાનો ખોલી ચૂકી છે. આમ તો પેની સ્ટોક્સની કેટેગરીમાં હોવા છતાં આ સ્ટોક્સમાં 15 ગણું કે તેથી પણ વધુ રિટર્ન નોંધાયું છે. Ace ઇક્વિટીના ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન, ઓછામાં ઓછા 130 શેરો મલ્ટિબેગર્સ સાબિત થયા હતા અને તેમાંથી 15 શેરોએ 300 ટકાથી વધુ વળતર આપ્યું છે. લગભગ એક ડઝન શેરોએ રોકાણકારોને 200-300 ટકા સુધીનું રિટર્ન આપ્યું હતું. FII દ્વારા રોકાણ અને વિશ્વની કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદીની આશંકા વચ્ચે ભારતીય અર્થતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત દેખાઈ રહ્યા છે અને તેના કારણે ભારતીય શેરો સારો દેખાવ કરી રહ્યા છે.

આ કંપનીઓના શેરમાં જોવા મળ્યો જંગી ઊછાળો

કંપનીત્રિમાસિક રિટર્ન(ટકામાં)
Baroda Rayon Corporation1561.12
Ambar Protein Industries1283.57
Regency Ceramics950.41
Deep Diamond India594.12
Quantum Digital Vision547.73
Shri Gang Industries & Allied Products508.37
Mercury Metals452.37
NIBE437.95
Kore Foods412.83
Acrow India396.37
Mayur Floorings374.54
Sampre Nutritions366.56
KBS India357.27
DSJ Keep Learning340.7
ABC Gas326.66

(સ્રોતઃ બીએસઇ, એનએસઇ, એસ ઇક્વિટી)