બજાજ હાઉસિંગ ફાઇનાન્સે IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 10 જૂનઃ બજાજ ગ્રુપની બજાજ હાઉસિંગ ફાઇનાન્સ (BAJAJ HOUSING FINANCE) લિમિટેડે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યુ છે. બીએચએફએલ 24 સપ્ટેમ્બર, 2015થી નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)માં રજિસ્ટર્ડ નોન-ડિપોઝીટ લેતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની (HFC) છે અને નાણાંકીય વર્ષ 2018થી મોર્ગેજ લેન્ડિંગમાં રોકાયેલી છે.
રૂ. 7,000 કરોડ સુધીના પબ્લિક ઇશ્યૂમાં બજાજ ફાઇનાન્સ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા પ્રત્યેક રૂ. 10ના ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ સાથેના વેચાણકર્તા શેરધારક દ્વારા રૂ. 3,000 કરોડ સુધીની વેચાણ માટેની ઓફર (ઓફર ફોર સેલ) અને રૂ. 4,000 કરોડના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.
પબ્લિક ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે ઇક્વિટી શેરના અનામત (એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન) અને પ્રમોટર્સના પબ્લિક ઇક્વિટી શેરહોલ્ડર્સ એવા એચયુએફ અને લોકો સહિત પ્રમોટર્સના લાયક શેરધારકો (શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શન) દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો સમાવેશ થાય છે.
બીએચએફએલ ઓનવર્ડ લેન્ડિંગ માટે કંપનીની ભાવિ બિઝનેસ જરૂરિયાતને પહોંચી વળવા માટે કંપનીના કેપિટલ બેઝને વધારવા માટે ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
કંપની આરઓસીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં ફાઇલિંગ પહેલા લાગુ પડતા કાયદા હેઠળ મંજૂરી મુજબ વિવેકાધીન ધોરણે બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ચોક્કસ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવા અંગે વિચારી શકે છે (પ્રી-IPO પ્લેસમેન્ટ).
શેર્સનું લિસ્ટિંગ | લીડ મેનેજર્સઃ |
ઇક્વિટી શેર્સ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે જે બીએસઈ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવામાં આવશે. | કોટક મહિન્દ્રા કેપિટલ, BOFA સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ, SBI કેપિટલ, JM ફાઇનાન્શિયલ અને IIFL સિક્યોરિટીઝ છે. |