અમદાવાદ, 20 જાન્યુઆરીઃ બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝે 18 જાન્યુઆરી, 2024ના રોજ પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે બજાર નિયામક સેબી સાથે DRHP ફાઇલ કર્યું છે. આ ઓફરમાં પ્રતિ શેર રૂ. 5ની મૂળ કિંમત ધરાવતા અને કુલ રૂ. 7,450 મિલિયન (રૂ. 745 કરોડ)ના મૂલ્યનો ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દ્શ્યો એક નજરે

કંપની IPOમાંથી ઊભાં કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપની અને તેની પેટા કંપની દ્વારા પ્રાપ્ત કરાયેલા કેટલાં ઋણના રિપેમેન્ટ અથવા પ્રીપેમેન્ટ અથવા કેટલાંક હિસ્સાની ચૂકવણી માટે કરવાની તેમજ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

કંપનીની કામગીરી એક નજરે

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના વર્ષ 1985માં કરાઇ હતી અને ત્યારથી કંપનીએ સ્ટીલ વાયર ઇન્ડસ્ટ્રીમાં સતત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ડિલિવર કરીને વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે. 38 વર્ષના વારસા સાથે કંપની તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઉપર ગર્વ કરે છે તેમજ ઓટોમોટિવ, જનરલ એન્જિનિયરીંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાર્ડવેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ટ્રાન્સમીશન, એગ્રીકલ્ચર અને ઓટો રિપ્લેસમેન્ટ જેવાં વિવિધ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

કંપની તેની ચાર ઉત્પાદ સુવિધાઓ (1) સુવિધા I: બી-35, રાજેન્દ્ર નગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મોહન નગર, ગાઝિયાબાદ; (2) સુવિધા II: બી-3 લોની ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગાઝિયાબાદ; (3) સુવિધા III:બી-5 અને બી-6 લોની ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગાઝિયાબાદ અને (4) સુવિધા IV: 43KM, માઇલસ્ટોન, દિલ્હી-રોહતક રોડ, અસૌધા, બહાદુરગઢ, ઝજ્જર, હરિયાણામાં હળવા સ્ટીલ, હાઇ કાર્બન અને સ્ટેનલેસ સ્ટીલ વાયરની 259,000 એમટીપીએ ક્ષમતા સ્થાપિત કરી છે. કંપની દાદરી ખાતે ભારતમાં સૌથી મોટી સિંગલ લોકેશન સ્ટીલ વાયર ઉત્પાદન સુવિધા સ્થાપી રહી છે, જે એશિયામાં સૌથી મોટાં પૈકીની પણ એક છે. કંપની દાદરીમાં આગામી પ્લાન્ટ દ્વારા સ્પેશિયાલિટી વાયર્સના નવા સેગમેન્ટને પણ ઉમેરશે.

બંસલ વાયર વૈશ્વિક સ્તરે 50થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ, ઇટલી, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તુર્કી, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને વિયેતનામને આવરી લેતાં 14 વૈશ્વિક પ્રતિનિધિ ધરાવે છે.

લીડ મેનેજર્સઃ એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)