IPO details – Fonebox Retail Limited  
Issue AnchorJanuary 23
Issue Opens January 24
Issue ClosesJanuary 29
Issue SizeRs. 20.37Crore
Price BandRs. 66/ 70
Face ValueRs. 10/-
Lot Size2000 Shares
QIB Quota13,78,000Shares
HNI Quota4,16,000Shares
Retail Quota970000Shares
Market Maker Quota1,46,000 Shares

 અમદાવાદ, 20 જાન્યુઆરી: મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે જાહેર કર્યું હતું કે, તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) બુધવાર, 24 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન મંગળવાર, 23 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ સોમવાર, 29 જાન્યુઆરી, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફર દ્વારા અંદાજે રૂ. 20.37 કરોડ ઉભાં કરવાની અને એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 66-70 નિર્ધારિત કરાયો છે. લઘુત્તમ 2,000 ઇક્વિટી શેર્સ માટે બીડ કરી શકાશે.

ઓફરમાં બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 29,10,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ક્યુઆઇબી ક્વોટા માટે 13,78,000 ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે, જેમાં એન્કર રિઝર્વેશન સામેલ છે. એચએનઆઇ પોર્શન માટે 4,16,000 ઇક્વિટી શેર્સ, રિટેઇલ ક્વોટા માટે 9,70,000 ઇક્વિટી શેર્સ તથા માર્કેટ મેકર ક્વોટા માટે 1,46,000 ઇક્વિટી શેર્સ અનામત છે.

ઇશ્યૂના બુક રનીંગ લીડ મેનેજરઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા રજિસ્ટ્રાર કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ છે.

ઇશ્યૂ માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

અમદાવાદ સ્થિત કંપની આ ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, કોર્પોરેટના સામાન્ય હેતુઓ અને જાહેર ઇશ્યૂના ખર્ચ માટે કરશે. ફોનબોક્સ રિટેઇલ રૂ. 13.5 કરોડનું રોકાણ ગુજરાતના વધુ શહેરોમાં તેનું રિટેઇલ સ્ટોરનું નેટવર્ક વિસ્તારવા માટે કરશે. આ ઉપરાંત કંપની બાકીની રકમ કોર્પોરેટ હેડક્વાર્ટરનું નિર્માણ કરવા જમીન સંપાદન, માર્કેટિંગ અને ટેક્નિકલ વિભાગો માટે ભરતી કરવા, વર્તમાન અને ભાવિ વ્યવસ્થા હેઠળ રિપેમેન્ટની જવાબદારીઓ પૂર્ણ કરવા તથા વૃદ્ધિની તકો માટે ભંડોળ ખર્ચ કરવા માટે ઉપયોગમાં લેશે.

કંપનીની કામગીરી એક નજરે

ફોનબોક્સ રિટેઇલ સ્માર્ટફોન અને એસેસરિઝ, લેપટોપ, વોશિંગ મશીન, સ્માર્ટ ટીવી, એર કન્ડીશનર્સ અને રેફ્રિજરેટર્સ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇલેક્ટ્રોનિક ગુડ્સ પણ ઓફર કરે છે. અમદાવાદ-સ્થિત રિટેઇલર ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ ગુજરાતમાં 20થી વધુ શહેરોમાં 143 મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સનું વિશાળ નેટવર્ક ધરાવે છે. આ સ્ટોર્સમાંથી 39 કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા 104 સ્ટોર્સ ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ) છે.

કંપનીના પ્રમોટરમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો અને ત્યારબાદ ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.

કંપનીની નાણાકીય કામગીરી એકનજરે

કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સમાપ્ત પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં રૂ. 139.75 કરોડની આવક અને રૂ. 1.55 કરોડનો પીએટી નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની કુલ આવક વધીને રૂ. 195.82 કરોડ થઇ છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાના રૂ. 90.90 કરોડથી વધુ છે. નાણાકીય વર્ષ 2022-23માં ફોનબોક્સ રિટેઇલે રૂ. 1.59 કરોડનો નફો કર્યો હતો, જે અગાઉના વર્ષે રૂ. 12.79 લાખ હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)