મુંબઇ, 6 એપ્રિલઃ પ્રારંભકર્તાઓ માટે ટ્રેડિંગ એ આકર્ષક અને લોભામણું સાહસ હોઇ શકે છે. આમ છતાં ટ્રેડિંગની દુનિયામા કૂદકો મારવાનો વિચાર અસાધારણ અને ડરાવનારો પણ હોઇ શકે છે. શરૂ કરનારાઓ ક્યાંથી શરૂ કરવું અને માર્કેટના ચડાવ અને ઉતારને કેવી રીતે ખાળવા તે માટે પોતાની જાતને અટકળવિહીન માની શકે છે. પરંતુ ગભરાશો નહી, યોગ્ય વિચારધારા અને અભિગમ સાથે કોઇ પણ પોતાની ટ્રેડિંગ યાત્રા આત્મવિશ્વાસ સાથે શરૂ કરી શકે છે.

સામાન્ય રીતે ઝડપી લાભ કરવાનો પ્રયત્ન કરવાને બદલે લાંબા ગાળા સુધી રોકાણ કરવાનું સામાન્ય રીતે વધુ સારુ હોય છે. તેથી માર્કેટની અસ્થિરતા સામે તમારા રોકાણને ઓછુ કરવા માટે તમારા રોકાણ પોર્ટફોલિયોને વૈવિધ્યકૃત્ત કરવાની ખાતરી રાખો. જંક કાઉન્ટર્સ (અસાધારણ વધઘટ ધરાવતા શેરો) કે સારો સોદો હોય તેવું દર્શાવતા હોય તેના બદલે ગુણવત્તાયુક્ત શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અન્ય મહત્ત્વનું સુચન છે.

ફક્ત સંભવિત ઊંચા રિટર્નની પાછળ ભાગવા કરતા જે તે રોકાણમાં સામેલ જોખમોનો નોંધ કરવી આવશ્યક છે. ટોળાશાહી માનસિકતામાં જકડાશો નહી અને હંમેશા ઓવરબોટ કાઉન્ટરમાં રોકાણ કરતા પહેલા રિસ્ક-રિવોર્ડની ગણતરી કરો.

જો તમે પ્રારંભકર્તા છો, ટ્રેડિંગ યાત્રાનો પ્રારંભ કરો છો તો અહીં શેર ભલામણોની યાદી આપેલી છે અને તેમાં શા માટે રોકાણ કરવું જોઇએ તે પણ આપેલ છેઃ:

એક્સિસ બેન્ક: એક્સિસ બેન્ક બેન્કિંગ ક્ષેત્રે તરફેણકારી રોકાણ વિકલ્પ

લાઇફટાઇમ હાઇથી આશરે 15%નો ઘટાડો,  દૈનિક ચાર્ટમાં 200 SMA (સિમ્પલ મુવીંગ એવરેજ)ની નજીક ચાલી રહ્યો છે, જે નજીકમાં મજબૂત સપોર્ટનો સંકેત આપે છે, તે 950-970ના બ્રેકેટ સુધી પહોંચવાની ધારણા છે. આ શેર લેવાની સારી તક

રિલાયન્સ: માંધાતા કંપની રિલાયન્સ, અનેક અગ્રણી હેવીવેઇટ્સમાંની એક

 લાઇફટાઇમ હાઇથી આશરે 20%ના તીવ્ર ઘટાડામાંથી પસાર થયો છે,  હાલમાં તેની માર્કેટ વેલ્યુ આશરે 2300 આસપાસ છે, તે તુલનાત્મક સમયગાળામાં ઉપરમાં 2450થી 2600 સુધી જાય તેવી ધારણા છે

સનફાર્મા: ફાર્મા ક્ષેત્રે ટોચનો પર્ફોર્મર

 કરેક્શન તેને દૈનિક ચાર્ટ પર 200 SMA પર લઈ ગયું, જે તેને રિસ્ક-રિવોર્ડના દૃષ્ટિકોણથી મજબૂત દાવેદાર બનાવે છે  તે 980-960 ઝોનમાં છે અને સંભવિતપણે 1050-1070 ઝોન સુધી પહોંચશે. મધ્યમ-ગાળાના રોકાણના લક્ષ્ય માટે સ્ટોક ખરીદવા માંગતા લોકો માટે આ સ્ટોક ખરીદવાની કરવાની તક

LT: ઊંચા હાઇ અને ઊંચા લોનું મજબૂત ટેકનિકલ માળખું

દૈનિક ચાર્ટ પર તેના EMAના ક્લસ્ટરની નજીક ફરે છે, જે હકારાત્મક સૂચક છે, અત્યારે 2100-2000ની વચ્ચે છે અને નજીકના ગાળામાં 2400-2500ના ઝોન સુધી પહોંચવાની અપેક્ષા છે, જો 2000 સબઝોન તરફ ટૂંકાગાળામાં તબદિલ થાય તો પણ, તે મધ્યમથી લાંબાગાળાના પરિપ્રેક્ષ્યમાં સ્ટોક ખરીદવાની તક છે.

TECHM: IT પેકમાં એક વર્ષથી વધુ સમયથી દબાણ હેઠળ

 તેના લાઇફટાઇમ હાઇ સ્તરથી લગભગ 40% ઘટ્યો છે, તે 1050-1040 ઝોનમાં છે અને તેની ટાર્ગેટેડ કિંમત 1300-1325 ની વચ્ચે છે, તે 200 SMA ની ઉપર ફરે છે, જે અનુકૂળ સૂચક છે, 1000-સબઝોન તરફ કોઈપણ ઘટાડો ટૂંકાથી મધ્યમગાળાના પરિપ્રેક્ષ્યમાં સ્ટોક એકઠા કરવાની તક હોઈ શકે છે

(ઓશો ક્રિશન, ટેક્નિકલ અને ડેરિવેટિવ રિસર્ચના સિ. એનાલિસ્ટ, એન્જલ વન)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)