મુંબઈ, 22 ફેબ્રુઆરી: મુંબઈ સ્થિત ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટી લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓપરેશનલ પર્ફોર્મન્સમાં સુધારો નોંધાવ્યો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવકો 10.5 ટકા વધીને રૂ. 6.57 કરોડ રહી છે. ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીએ જી-વેમ્બલી ટાવરના 35 માળ સુધીનું કામ શરૂ કરવા માટેનું સર્ટિફિકેટ મળ્યું છે જેના પગલે ત્રણ વર્ષમાં રૂ. 500 કરોડની આવકનો અંદાજ છે.

કંપની થાણેના માજીવાડાના શિવ સાઇ પેરેડાઇઝ ખાતે 2-3 બીએચકે રેસિડેન્શિયલ ફ્લેટ્સ ધરાવતા વેમ્બલી G+59 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કંપની માટે ગેમ ચેન્જર બનશે તેવી ધારણા રાખે છે. કંપનીએ અન્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સાથે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અંચાવિયો રિસોર્ટ માટે તથા 1,32,000 ટીપીવાય એસએસપી ફર્ટિલાઇઝર યુનિટના આધુનિકીકરણની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓ પણ હાથ ધરી છે.

કંપની પાસે 40 લાખ ચોરસ ફૂટ વિસ્તાર (92 એકર)ની ખાલી રહેલી ફાજલ જમીન છે જ્યાં કંપની વીકએન્ડ હોમ્સ બનાવવાનું આયોજન કરી રહી છે. મુંબઈમાં એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન નજીક વિલે પાર્લે (પૂર્વ)ના પ્રાઇમ લોકેશનમાં 35,000 ચોરસ ફૂટ વિસ્તારનો 3/4 બીએચકે રેસિડેન્શિયલ લક્ઝુરિયસ ફ્લેટનો વિલે પાર્લે પૂર્વનો જોઇન્ટ વેન્ચર પ્રોજેક્ટ હાથ મેળવ્યો છે.