રૂ. 25,000 મિલિયન સુધીના
યુનિટ્સ ઈસ્યુ કરશે
પ્રાઇસ બેન્ડ
રૂ. 98- 100
ઈસ્યુ ખુલશે 28 ફેબ્રુ.ઈસ્યુ બંધ થશે 1માર્ચ
લિસ્ટિંગ
BSE,NSE
એનએસઈ ડેઝિગ્નેટેડ
સ્ટોક એક્સચેન્જ
ઈન્વીટના સ્પોન્સર
આધાર શિલા ઈન્ફ્રા.
ઈન્વેસ્ટમેન્ટ
મેનેજરઃ
GR હાઈવેઝ
ઈન્વે.મેનેજર
બિડર્સ (એન્કર ઈન્વેસ્ટર્સ
સિવાય)
લઘુતમ 150 યુનિટ્સ
અને ગુણાંકમાં
એન્કર સિવાયના
બિડર્સ
માટે લઘુતમ
બિડરૂ.14,700
Bharat Highways InvIT Invite Ahmdabadi

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2024: ભારત હાઈવેઝ ઈન્વીટ (ધ ઈન્વીટ – “InvIT”), ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ્સનો પોર્ટફોલિઓ હસ્તગત કરવા, મેનેજ કરવા તેમજ તેમાં મૂડીરોકાણ કરવાના ઈરાદે સ્થાપવામાં આવેલું એક ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે, જે સેબી ઈન્વીટ નિયમો હેઠળ મંજુરીને પાત્ર છે અને ટ્રસ્ટે કુલ રૂ. 25,000 મિલિયન સુધીના મૂલ્યના યુનિટ્સના પબ્લિક ઈસ્યુ માટે પોતાનો તારીખ 20 ફેબ્રુઆરી, 2024ના રોજનો ઓફર ડોક્યુમેન્ટ (ઓફર ડોક્યુમેન્ટ) ફાઈલ કર્યો છે. ઈસ્યુ માટેની પ્રાઈસ બેન્ડ રૂ. 98 થી રૂ. 100 છે.

આ યુનિટ્સનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ (સંયુક્ત રીતે ધ સ્ટોક એક્સચેન્જીસ) ઉપર કરવાની દરખાસ્ત છે અને તેમાં એનએસઈ આ ઈસ્યુ માટે ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે. આ ઈસ્યુ બુક બિલ્ડિંગ પ્રોસેસના માધ્યમથી રજૂ કરાઈ રહ્યો છે અને તેમાં ચોખ્ખા ઈસ્યુના 75% થી વધુ નહીં એટલો હિસ્સો પ્રમાણસરના ધોરણે સંસ્થાકિય રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે અને ચોખ્ખા ઈસ્યુનો 25% થી ઓછો નહીં એટલો હિસ્સો પ્રમાણસરના ધોરણે બિન સંસ્થાકિય રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે.

કંપનીની કામગીરી એક નજરે

ઈન્વીટના પ્રારંભિક પોર્ટફોલિયોમાં પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં સાત રોડ એસેટ્સનો સમાવેશ થાય છે, એ તમામ HAM આધારે કાર્યરત છે અને તે બધા મળીને કુલ અંદાજે 497.292 કિ.મી.ની લંબાઈના બની ગયેલા અને કાર્યરત રોડ છે. એ ઉપરાંત, ઈન્વીટએ જી આર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ (“GRIL”) સાથે એક ROFO કરાર પણ કરેલો છે, જે અંતર્ગત GRIL એ તેના કેટલાક રોડ એસેટ્સ હસ્તગત કરવા માટે ઈન્વીટને પહેલી ઓફરનો અધિકાર આપેલો છે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે

આ ઈસ્યુમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમનો ઉપયોગ પ્રોજેક્ટ SPVs ને લોન આપવા માટે – તેનો હેતુ જે તે પ્રોજેક્ટ SPVs ની સંબંધિત બાકી લોનની પરત ચૂકવણી, આંશિક રીતે અથવા સંપૂર્ણપણે આગોતરા પરત ચૂકવણી (તેમાં ચૂકવવા પાત્ર વ્યાજ અને આગોતરા પરત ચૂકવણી માટેની પેનાલ્ટીનો પણ સમાવેશ થાય છે) તથા સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

ભારત હાઈવેઝ ઈન્વીટને મળેલાં રેટિંગ્સ એક નજરે

આ ઈન્વીટને તેની લાંબા ગાળાની કુલ રૂ. 30,000 મિલિયનની બેંક ફેસેલિટિઝ માટે ક્રિસિલ રેટિંગ્સ પાસેથી 27 નવેમ્બર, 2023ના રોજ પ્રોવિઝનલ ક્રિસિલ AAA/સ્ટેબલ (રીએફર્મ્ડ) રેટિંગ તથા કેર રેટિંગ્સ પાસેથી 30 નવેમ્બર, 2023ના રોજ પ્રોવિઝનલ કેર AAA; સ્ટેબલ રેટિંગ પ્રાપ્ત થયેલું છે તથા તેની કુલ રૂ. 30,000 મિલિયનની સૂચિત રૂપી ટર્મ લોન માટે ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રીસર્ચ પાસેથી 8 ડિસેમ્બર, 2023ના રોજ પ્રોવિઝનલ IND AAA/સ્ટેબલ રેટિંગ પણ પ્રાપ્ત થયું છે.

ઈસ્યુના લીડ મેનેજર્સ

આઈસીઆઈસીઆઈ સીક્યુરીટીઝ, એક્સિસ કેપિટલ, એચડીએફસી બેંક તથા આઈઆઈએફએલ સીક્યુરીટીઝ છે. ઈસ્યુના રજીસ્ટ્રાર કેફિન ટેકનોલોજીઝ છે. આઈડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસીઝની ઈન્વીટના ટ્રસ્ટી તરીકે નિમણુંક કરાઈ છે. જીઆર હાઈવેઝ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર પ્રાઈવેટની ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે તેમજ આધાર શિલા ઈન્ફ્રાટેક પ્રાઈવેટની સ્પોન્સર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)