નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ(ઇફ્કો)ને વિશ્વમાં ટોચની 300 સહકારી સંસ્થાઓમાં ફરી એક વખત નંબર વન સહકારી સંસ્થા તરીકેનું સ્થાન મળ્યું છે અને ગયા વર્ષની સ્થિતિ તેણે જાળવી રાખી છે. આ રેન્કિંગ માથા દીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) પર ટર્નઓવરના રેશિયો પર આધારિત છે. તે દેશના જીડીપી તથા આર્થિક વિકાસમાં ઇફ્કોના જે મહત્વનું પ્રદાન કરી રહી છે તે દર્શાવે છે. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ (આઈસીએ) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા 12મા વાર્ષિક વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર (ડબ્લ્યુસીએમ)ની 2023 એડિશન મુજબ તે દેશની સંપત્તિમાં સંસ્થાના ટર્નઓવરને સાંકળે છે. ઇફ્કો ગત નાણાંકીય વર્ષમાં 97મા સ્થાને હતી જે એકંદરે ટર્નઓવરના રેન્કિંગમાં આગળ વધીને હવે 72મા સ્થાને પહોંચી છે. તેની 35,500 સભ્યોની કો-ઓપરેટિવ સંસ્થાઓ, 25,000 પીએસીએસ અને 52,400 પીએમકેએસકે સેન્ટર્સ સાથે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘આત્મનિર્ભર કૃષિ’ તરફ આગળ વધી રહેલી ઇફ્કો સહકારી સંસ્થાઓ થકી સમૃદ્ધિનો પુરાવો છે.

ઇફ્કોના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે ઇફ્કો જૈવિક-ખાતર, સાગરિકા જેવા બાયો-સ્ટિમ્યુલન્ટ્સ અને કૃષિ-રસાયણો ઉપરાંત ઇફ્કો નેનો ફર્ટિલાઇઝર્સનો છંટકાવ કરવા માટે 2,500 એગ્રી-ડ્રોન્સ તથા અન્ય એસેસરીઝ તથા ઉપકરણો મેળવી રહી છે. ઇફ્કો 5,000થી વધુ કૃષિ ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપશે અને 2,500 એગ્રી ડ્રોન્સનું વિતરણ કરશે. અમે કૃષિ માટે, ખાસ કરીને વૈકલ્પિક ખાતરો માટે નેનોટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ રજૂ કર્યા છે. આની શરૂઆત ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ સાથે થઈ છે. બાદમાં ઇફ્કોએ ઇફ્કો નેનો ડીએપી લોન્ચ કર્યું હતું જેનો ભારત સરકારના તેના વાર્ષિક બજેટમાં પણ તાજેતરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.” એગ્રીકલ્ચર 2.0ના વિઝન પર કામ કરતા ઇફ્કોએ નેનોટેક્નોલોજી આધારિત ખાતરો સહિતની અભૂતપૂર્વ એગ્રોટેક્નોલોજી રજૂ કરવામાં, એગ્રી-ડ્રોન, ગ્રામીણ ઇ-કોમર્સ, ખેડૂતો તથા ખેતર માટે ડિજિટલ સમાવેશ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) વગેરેને પ્રોત્સાહન આપવા માટે રોકાણ કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)