અમદાવાદ, 11 એપ્રિલ: ગુજરાત સ્થિત ઝીરો કાઉ ફેક્ટરીએ GVFL લિમિટેડ તથા અન્ય પાસેથી ચાર મિલિયન ડોલરનું ભંડોળ ઉભુ કર્યું છે. ઝીરો કાઉ ફેક્ટરી, સુરત સ્થિત અલ્ટરનેટિવ પ્રોટીન કંપની, એ ભારતની સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમમાં ઈનોવેટીવ કંપની છે. કંપની પ્રિસીસન ફર્મેન્ટેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનિમલ ફ્રી મિલ્ક પ્રોટીનનું ઉત્પાદન કરે છે.

પોતાની સંશોધન અને વિકાસ પ્રવૃત્તિને વેગ આપવા માટે ઝીરો કાઉ ફેક્ટરી આ ભંડોળનો ઉપયોગ કરીને પોતાની ઉત્પાદન ક્ષમતા વિસ્તારશે અને નિયમનલક્ષી મંજૂરીઓ મેળવીને બજારમાં પ્રવેશ કરશે. ભારત ઉપરાંત તે અમેરિકા અને સિંગાપુરના બજારમાં પ્રવેશવા માંગે છે.

GVFL લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર- કમલ બંસલ જણાવે છે કે ગુજરાતની સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમ 40થી વધુ ઈન્ક્યુબેટર સાથે એક આદર્શ બ્રીડીંગ ગ્રાઉન્ડ છે. ઝીરો કાઉ ફેક્ટરી તેની અદ્યતન સંશોધન અને વિકાસ પ્રવૃત્તિ મારફતે ગુજરાતની સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમમાં એક અત્યંત ઈનોવેટીવ કંપની બની છે.

GVFL લિમિટેડના પ્રેસિડેન્ટ મિહીર જોષી જણાવે છે કે પ્રિસીસન પર્મેન્ટેશન મારફતે ઝીરો કાઉ ફેક્ટરીએ વિકસાવેલા પ્રોટીનનું ખૂબ મોટું બજાર છે. પરંપરાગત દૂધમાં લેક્ટોઝ હોય છે, જેને 70 ટકા વસતિ પચાવી શકતી નથી. એનિમલ ફ્રી મિલ્ક પ્રોટીન આ ઉદ્યોગ માટે કુદરતી રિપ્લેસમેન્ટ બની રહેશે.

આ ટેકનોલોજીમાં 99 ટકા જેટલી ઓછી જમીન, 98 ટકા ઓછા પાણી, તેમજ 84 ટકા ઓછો co2 ઉત્સર્જનનો પ્રમાણ રહે છે. આ ઉપરાંત તે 65 ટકા જેટલી ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે. GVFL લિમિટેડ સાથે પીઆઈ વેન્ચર્સ, જીએફસી અને પાસ્ક્યુઅલ વર્તમાન રાઉન્ડમાં જોડાયા હતા. આ અગાઉ કંપની બ્રીન્ક એન્ડ આર્ટેસીઅન વેન્ચર કેપીટલ પાસેથી પ્રિ-સીડ ઈક્વિટી મેળવી ચૂકી છે.